News Continuous Bureau | Mumbai
ઓક્ટોબરના હવે દસ દિવસ બાકી રહ્યા છે. ત્યારે આ દસ દિવસોમાં દિવાળી(Diwali) અને અન્ય તહેવારોને કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેવાની છે. ઓક્ટોબરના આ છેલ્લા 10 દિવસોમાં લગભગ 6 દિવસ બેંકો બંધ (Banks closed) રહેશે. દેશના ઘણા શહેરોમાં બેંકો લગભગ આખું સપ્તાહ બંધ રહેશે. ચાલો જાણીએ કે આ સમય દરમિયાન કયા શહેરમાં રજા રહેશે?
આ શહેરોમાં બેંકો સતત 6 દિવસ સુધી બંધ રહેશે
22 ઓક્ટોબર 2022 – ધનતેરસ(Dhanteras) અને ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
23 ઓક્ટોબર 2022 – રવિવારે રજા રહેશે.
24 ઓક્ટોબર 2022 – કાલી પૂજા/દિવાળી/નરક ચતુર્દશીના(Kali Puja/Diwali/Narak Chaturdashi) કારણે ગંગટોક, હૈદરાબાદ અને ઇમ્ફાલ સિવાય સમગ્ર દેશમાં બેંક હોલીડે મનાવવામાં આવશે.
25 ઓક્ટોબર 2022 – લક્ષ્મી પૂજા/દિવાળી/ગોવર્ધન પૂજાને(Lakshmi Puja/Diwali/Govardhan Puja) કારણે ગંગટોક, હૈદરાબાદ અને ઇમ્ફાલમાં રજા રહેશે.
આ સમાચાર પણ વાંચો: ન તો અંબાણી કે ન અદાણી- શિવ નાદર છે સૌથી મોટા દાતા- અઝીમ પ્રેમજીને પણ પાછળ છોડી દીધા
26 ઓક્ટોબર 2022- ગોવર્ધન પૂજા/વિક્રમ સંવત નવા વર્ષનો દિવસ/ભાઈ દૂજ/દિવાળી/બાલી પ્રતિપદા/લક્ષ્મી પૂજા/પ્રવેશ દિવસ- અમદાવાદ, બેંગલુરુ, બેંગલુરુ, દેહરાદૂન, ગગતક, જમ્મુ, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, શિમલા, શ્રીનગર બેંક બંધ રહેશે.
27 ઓક્ટોબર 2022 – ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર અને લખનૌમાં ભાઈ દૂજ/ચિત્રગુપ્ત જયંતિ/લક્ષ્મી પૂજા/દીપાવલી/નિંગોલ ચક્કુબાને કારણે બેંકો બંધ રહેશે.
રજા દરમિયાન વિવિધ બેંકોની ઓનલાઈન સેવાઓનો(Online Services) કરો ઉપયોગ
તહેવારોની સિઝનમાં(Festive season) બેંક શાખાઓમાં(Bank Branches) રજાઓના કારણે બેંકોની કામગીરીને અસર થશે, પરંતુ ગ્રાહકોની સુવિધા માટે બેંકો તેમની ઓનલાઈન સેવાઓ દ્વારા સેવાઓ આપવાનું ચાલુ રાખશે. આનાથી ગ્રાહકોની બેંકિંગ જરૂરિયાતો ઘણી હદ સુધી પૂરી થતી રહેશે.
આ સમાચાર પણ વાંચો: ખુશખબર- પોસ્ટ ઓફિસમાં મળશે બેંકોમાં મળતી આ મોટી સુવિધા- જાણીને ખુશીને ઠેકાણા નહીં રહે