બેંકના ઓટો ડેબિટ સિસ્ટમ સહિત અન્ય ત્રણ નિયમોમાં પહેલી ઓક્ટોબરથી ફેરફાર થશે; જાણી લો શું છે નિયમો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

આગામી મહિનાની પ્રથમ તારીખથી બેંકમાં ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. જેની અસર સામાન્ય માણસના જીવન પર વિશેષ રીતે થશે. આ પહેલા, ડેબિટ સિસ્ટમમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નિયમોમાં ફેરફાર કરવાનો મુખ્ય હેતુ ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવાનો છે.

આ નિયમો બદલાશે

૧- ઓટો ડેબિટ-ક્રેડિટ કાર્ડની ચુકવણી માટે નવો નિયમ લાગુ કરાયો છે. જેમાં ગ્રાહકો પાસેથી દર વખતે પરવાનગી લીધા બાદ બેંકના ખાતામાંથી રકમ કપાશે.

૨- મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટેના નવા નિયમ પ્રમાણે એસેટ મેનેજમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં કામ કરતા જુનિયર કર્મચારીઓને આ નિયમ લાગુ પડશે. એમએસસી કંપનીઓના જુનિયર કર્મચારીઓએ તેમના પગારના 10%નું રોકાણ મ્યુચ્યુઅલ ફંડના એકમોમાં કરવું પડશે. જ્યારે કે પહેલી ઓક્ટોબર 2023 સુધીમાં તબક્કાવાર તેમના પગારના 20 ટકાનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડના એકમોમાં કરવું પડશે. 

ભાજપના નેતા કિરીટ સૌમૈયા પર વાશીમમાં હુમલો કરનારા માસ્ટર માઈન્ડની ED એ કરી ધરપકડ; જાણો વિગત

૩- દેશના બધા જ પેન્શન લેનારાઓ કે જેમની ઉંમર ૮૦ વર્ષ કે તેથી વધારે છે તેઓ દેશની બધી જ પોસ્ટ ઓફિસના જીવન પ્રમાન કેન્દ્રો પર ડિજિટલ લાઈફ સર્ટીફીકેટ રજુ કરી શકશે. આ માટે તેમને 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

૪- ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ ( OBC),  યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા( UBI) અને અલ્હાબાદ બેન્કની જૂની ચેકબુક પહેલી ઓક્ટોબરથી વાપરી નહીં શકાય. આ બેંકોને અન્ય બેન્કો સાથે જોડવામાં આવી છે.  ગ્રાહકોના ખાતા નંબર, ચેક બુક, ifsc અને micr code બદલવામાં આવ્યા છે. હવે ગ્રાહકોએ નવી ચેકબુક લેવી પડશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment