ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
ગરમીની સીઝન સાથે તહેવારોની સિઝન પણ શરૂ થવાના આરે છે. એપ્રિલ મહિનામાં આવતા તહેવારોને કારણે બેન્કો લગભગ ૧૫ દિવસ સુધી બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર,
૧, પહેલી એપ્રિલે વાર્ષિક હિસાબનો ક્લોઝિંગ હોવાથી સરકારી અને પ્રાઇવેટ બેન્કો બંધ રહેશે.
૨, બીજી એપ્રિલે ગુડ ફ્રાઈડે હોવાથી કેટલાક રાજ્યોમાં બેન્ક હોલીડે છે.
૩, 5 એપ્રિલે બાબુ જગજીવનરામ ની જન્મ જયંતી નિમિત્તે હૈદરાબાદમાં બેન્ક હોલીડે છે.
૪,. ૬ એપ્રિલે તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી ચેન્નઈમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બેંક માં રજા રહેશે.
૫, ૧૩ એપ્રિલે ગુડી પાડવા નિમિત્તે બેન્ક હોલીડે છે.
૬, ૧૪ એપ્રિલે બાબા આંબેડકર જયંતી, તમિલ ન્યૂ યર, વિશુ,ચિરોબા તેમજ બોહાગ બિહુ જેવા તહેવારોને લીધે બેંકો અમુક રાજ્યમાં બંધ રહેશે.
૭, 15 એપ્રિલે હિમાચલ દિવસ, બંગાળી ન્યુ યર, બોહાગ બિહુ અને સરહુલ જેવા તહેવારને લઈને અગર તલાસ ગુવાહાટી, કોલકાતા, રાંચી અને શિમલામાં બેન્ક હોલીડે છે
૮, ૧૬ એપ્રિલે બોહાગ બિહુ ના તહેવાર ને લીધે ગોવાહાટી માં બેંકો બંધ રહેશે.
૯, 21 એપ્રિલ રામ નવમી અને ગરિયા પૂજન જેવા તહેવાર પર અગરતલા, અમદાવાદ, બોલા પુર, ભોપાલ, ભુવનેશ્વર, દહેરાદૂન, હૈદરાબાદ,જયપુર, મુંબઈ અને શિમલામાં બેંકનું કામકાજ નહીં થાય.
આમ નવ જાહેર રજા તે ઉપરાંત ૪ રવિવાર સાથે સેકન્ડ અને ફોર્થ સેટરડે
ગણીને એપ્રિલમાં કુલ ૧૫ દિવસ બેંક નું કામકાજ બંધ રહેશે.
