News Continuous Bureau | Mumbai
તમારા બેંકના કોઈ મહત્વના કામ હોય તો અત્યારે જ પતાવી દેજો. ઓગસ્ટ મહિનામાં બેંકના કોઈ ટ્રાન્ઝેક્શન(Bank Transaction) કરવા હો તો તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. ઓગસ્ટમાં કામકાજના દિવસો કરતાં વધુ રજાઓ(Holidays) હોય છે, જેના કારણે ખાતાધારકોને(Account holders) અસુવિધા થઈ શકે છે.
ઓગસ્ટ મહિના 13 દિવસ બેંક બંધ(Bank Holiday) રહેવાની છે. RBIએ તેની સત્તાવાર વેબસાઈટ(Official website) પર રજાઓની યાદી(Holiday list) જાહેર કરી છે. આ યાદી અનુસાર ઓગસ્ટ 2022માં બેંકો 13 દિવસ માટે બંધ રહેશે.
ઓગસ્ટ મહિનામાં દેશના વિવિધ ભાગોમાં તહેવારોની ઉજવણી(Festival Celeberation) કરવામાં આવે છે. જેમાં સ્વતંત્રતા દિવસ(Independence Day), રક્ષાબંધન(Rakshabandhan), જન્માષ્ટમી(Janmashtami) જેવા તહેવારોનો સમાવેશ થાય છે. જ્યારે બેંકો બંધ હોય ત્યારે ગ્રાહકો ઇન્ટરનેટ બેંકિંગ(Internet banking), નેટ બેંકિંગ(Net Banking) અને અન્ય સેવાઓનો(Other Services) ઉપયોગ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : ટેલિકોમ સેક્ટર માં નંબર 1 બન્યું રિલાયન્સ જિયો- 5Gના આગમન પહેલા જ Jioને થયો આટલા ટકાનો ચોખ્ખો નફો
ઓગસ્ટ 2022 માં રજાઓની સૂચિ
1 ઓગસ્ટ – દ્રુપકા શે-જી ફેસ્ટિવલ(Drupka She-ji Festival)(ગંગટોકમાં(Gangtok) રજા),
7 ઓગસ્ટ – રવિવાર, ઓગસ્ટ 8 – મોહરમ(Muharram) (જમ્મુ અને કાશ્મીરમાં (Jammu and Kashmir) બેંક બંધ),
9 ઓગસ્ટ – ચંદીગઢ(Chandigarh), ગુવાહાટી(Guwahati), ઇમ્ફાલ(Imphal), દેહરાદૂન(Dehradun), શિમલા(Shimla), તિરુવનંતપુરમ(Thiruvananthapuram), ભુવનેશ્વર(Bhubaneswar), જમ્મુ(Jammu), પણજી(panaji), શિલોંગ(Shillong) સિવાય દેશમાં બેંકો મોહરમ પર બંધ રહેશે.
11 ઓગસ્ટ – રક્ષાબંધન(Rakshabandhan),
13 ઓગસ્ટ – બીજો શનિવાર(Saturday),
14 ઓગસ્ટ – રવિવાર(Sunday),
15મી ઓગસ્ટ – સ્વતંત્રતા દિવસ(Independence Day),
16 ઓગસ્ટ – પારસી(Parsi) નવું વર્ષ (મુંબઈ અને નાગપુરમાં(Nagpur) રજા),
18 ઓગસ્ટ – જન્માષ્ટમી(Janmashtami),
21 ઓગસ્ટ – રવિવાર,
28 ઓગસ્ટ – રવિવાર,
31 ઓગસ્ટ – ગણેશ ચતુર્થી(Ganesh Chaturthi) (મહારાષ્ટ્ર(Maharashtra), ગુજરાત(Gujarta), કર્ણાટકમાં(Karnataka) બેંકો બંધ)
 
 
			         
			         
                                                        