News Continuous Bureau | Mumbai
બેંકના મહત્વના કામ હોય તે એકાદ બે દિવસમાં પતાવી દેજો. શનિવારથી મંગળવાર સુધી સતત ચાર દિવસ બેંક બંધ રહેવાની છે. ત્યારબાદ એપ્રિલ માં કુલ 15 દિવસ જુદી જુદી રજાઓને કારણે બેંક બંધ રહેવાની છે. તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં પણ સતત ત્રણ દિવસ બેંક બંધ રહેવાની છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની જાહેરાત મુજબ 26 માર્ચના શનિવાર નિમિત્તે અને 27 માર્ચના રવિવાર નિમિત્તે બેંક બંધ રહેશે. ત્યારબાદ 28 માર્ચ સોમવાર અને 29 માર્ચ મંગળવારના બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ હોવાથી બેંક બંધ રહેવાની છે. 30 અને 31 માર્ચના જોકે બેંક ચાલુ રહેશે. પંરતુ સતત ચાર દિવસ બેંક બંધ રહી હોવાથી બેંકમાં મોટા પ્રમાણમાં ભીડ રહેશે.
એપ્રિલ મહિનામાં પૂરા દેશમાં ગુડી પડવા, આંબેડકર જયંતિ સહિત જુદી જુદી રજાને કારણે કુલ 15 દિવસ બેંક બંધ રહેશે. જેમાં પહેલી એપ્રિલના એન્યુલ ક્લોઝિંગ ડે નિમિત્તે બેંક બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : નહીં વેચાય મસાલા કિંગ MDH. કંપનીએ મીડિયામાં વહેતા થયેલા આ સમાચારોને ગણાવ્યા પાયાવિહોણા… જાણો વિગતે
1 એપ્રિલ – બેંક ખાતાઓનું વાર્ષિક બંધ – લગભગ તમામ રાજ્યોમાં બેંકો બંધ છે.
2 એપ્રિલ – ગુડી પડવા / નવરાત્રીનો પ્રથમ દિવસ / તેલુગુ નવા વર્ષ – બેલાપુર, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગરમાં બેંકો બંધ.
3 એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા)
4 એપ્રિલ – સરીહુલ-રાંચીમાં બેંક બંધ.
5 એપ્રિલ – બાબુ જગજીવન રામનો જન્મદિવસ – હૈદરાબાદમાં બેંકો બંધ.
9 એપ્રિલ – શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
10 એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા)
14 એપ્રિલ – ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ/ મહાવીર જયંતિ/ બૈસાખી/ તમિલ નવું વર્ષ/ ચૈરોબા, બીજુ ઉત્સવ/ બોહર બિહુ – શિલોંગ અને શિમલા સિવાયના સ્થળોએ બેંકો બંધ.
15મી એપ્રિલ – ગુડ ફ્રાઈડે/બંગાળી નવું વર્ષ/હિમાચલ દિવસ/વિશુ/બોહાગ બિહુ – શ્રીનગર સિવાય જયપુર, જમ્મુ અને અન્ય સ્થળોએ બેંકો બંધ.
16 એપ્રિલ – બોહાગ બિહુ – બેંક ગુવાહાટીમાં બંધ,
17 એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા) 21 એપ્રિલ – ગડિયા પૂજા – અગરતલામાં બેંકો બંધ.
23 એપ્રિલ – શનિવાર (મહિનાનો ચોથો શનિવાર)
24 એપ્રિલ – રવિવાર (સાપ્તાહિક રજા)
29 એપ્રિલ – શબ-એ-કદર/જુમત-ઉલ-વિદા – જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ.