ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બાંદ્રા કુર્લા કોમ્લેક્ષ સ્થિત ભારત ડાયમંડ બુર્સ હવે આગામી જાહેરાત સુધી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યું છે. આજે ભારત ડાયમંડ બુર્સ તરફથી આધિકારિક રીતે તેના સભ્યોને નોટીસ જાહેર કરવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૪ એપ્રિલ ૨૦૨૧ને રોજ બહાર પાડવામાં આવેલા નવા પરીપત્રક અનુસાર કોરોનાના વધતા જતા ફેલાવાને કારણે સરકારે લોકડાઉન કરવાની ફરજ પડી છે જે ૫ એપ્રિલ ૨૦૨૧ના રાત્રે ૮ વાગ્યાથી અમલમાં આવશે.
આ આદેશને પગલે ભારત ડાયમંડ બુર્સ આગમી જાહેરાત સુધી અનિશ્ચિત કાળ માટે બંધ રહેશે. ભારત ડાયમંડ બુર્સે પોતાના સભ્યોને ચેકબુક, કીમતી વસ્તુઓ, લેપટોપ અને બીજા જરૂરી દસ્તાવેજ આજે જ પાછા લઈ લેવા વિનંતી કરી છે અને આગામી સમયમાં અગત્યની સૂચનાઓ સમયસર સભ્યોને આપવામાં આવશે તેમ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ એવું હીરા વ્યાપારનું કેન્દ્ર છે. અહીં હીરા બનાવવાથી માંડી હીરાના વેચાણ સુધીના તમામ કર્યો થાય છે. ભારત ડાયમંડ બુર્સ બંધ થવાને કારણે આજે હવે હજારો લોકો બેરોજગાર થઈ જશે. તેથી હવે ત્યાં હીરાની દલાલી કરનાર અને પોતાની ઓફિસ ચલવનાર વર્ગને મોટો આર્થિક ફટકો પણ પડશે.
સતત અને સખત નુકસાનને કારણે આ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ની મોબાઈલ માર્કેટમાંથી એક્ઝિટ થશે.