ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ ખાતે આવેલા ડાયમંડ બુર્સમાં હાલ અનેક ઓફિસો નીતિ અને નિયમોને અંગુઠો દેખાડીને પોતાની પૂરી ક્ષમતા સાથે કામ કરી રહી છે. સરકારે બહાર પાડેલા કાયદા મુજબ અત્યારે ડાયમંડ બુર્સમાં માત્ર મર્યાદિત ક્ષમતા સાથે કામ થઈ શકે છે. આવું હોવા છતાં અનેક ઓફિસ પહેલાની જેમ ચાલુ છે.
આ માટે ટ્રાવેલિંગ કરવાના ઇરાદાથી અનેક લોકોએ પોતાના નકલી આઇડી કાર્ડ બનાવ્યા છે. કોઈએ મેડિકલ નું કાર્ડ બનાવ્યું છે, તો કેટલાક વ્યક્તિએ વોલેન્ટિયર્સ નું કાર્ડ બનાવ્યું છે. ન્યુઝ કંટીન્યૂઝ પાસે મોજૂદ જાણકારી મુજબ અનેક લોકો એવા છે જેમની પાસે બે થી વધુ નકલી આઇડી કાર્ડ છે.
નકલી આઇડી કાર્ડ ની મદદથી ટ્રેનમાં પ્રવાસ કરવામાં આવે છે અને ડાયમંડ બુર્સમાં એન્ટ્રી મળી જાય છે.
આમ ડાયમંડ બુર્સની અનેક ઓફિસો પોતાની પૂર્ણ ક્ષમતા સાથે ચાલી રહી હોવાની માહિતી બહાર આવી છે.