News Continuous Bureau | Mumbai
PF Account Holders: તહેવારોની સીઝનની ( festive season ) શરૂઆત સાથે જ પીએફ ખાતાધારકો માટે એક સારા સમાચાર આવ્યા છે. કર્મચારીઓના ખાતામાં વ્યાજના પૈસા આવવા લાગ્યા છે. અહેવાલો અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ( EPFO ) એ ભવિષ્ય નિધિ (PF) ખાતામાં વ્યાજ જમા કરવાનું શરૂ કરી દીધું છે. નાણાકીય વર્ષ 2022-23 માટે પીએફ ખાતામાં રોકાણ પર વ્યાજ દર ( Interest rate ) 8.15 ટકા છે. કેટલાક કર્મચારીઓને તેમના ખાતામાં વ્યાજની રકમ મળી ચૂકી છે. જોકે, વ્યાજની રકમ ખાતાઓમાં દેખાવામાં થોડો સમય લાગી શકે છે.
પ્રક્રિયા પાઇપલાઇનમાં
અહેવાલ અનુસાર, EPFO મુજબ વ્યાજ જમા કરવાની પ્રક્રિયા પાઇપલાઇનમાં છે. તે ટૂંક સમયમાં પૂર્ણ થશે. જ્યારે પણ વ્યાજ જમા કરવામાં આવશે, તે સંપૂર્ણ ચૂકવવામાં આવશે. EPFOએ કર્મચારીઓને ( employees ) ધીરજ રાખવા જણાવ્યું છે. EPFO મુજબ, વ્યાજમાં કોઈ ઘટાડો થશે નહીં.
24 કરોડ ખાતામાં વ્યાજ જમા થયું
કેન્દ્રીય શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવના ( Bhupendra Yadav ) જણાવ્યા અનુસાર, 24 કરોડથી વધુ ખાતાઓમાં વ્યાજ જમા થઈ ચૂક્યું છે. એકવાર વ્યાજ જમા થઈ જાય, તે વ્યક્તિના પીએફ ખાતામાં પ્રતિબિંબિત થશે. તેમને જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટનું બેલેન્સ ઘણી રીતે ચેક કરી શકે છે – ટેક્સ્ટ મેસેજ, મિસ્ડ કોલ, ઉમંગ એપ અને EPFO વેબસાઈટ દ્વારા પણ જાણી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Vivo: Vivoના આ ફોન પર તમને મળી રહી છે મોટી ડિસ્કાઉન્ટ ડીલ! જાણો વિગત.
આ રીતે નક્કી થાય છે વ્યાજ
તમને જણાવી દઈએ કે, PF વ્યાજદર દર વર્ષે EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા નાણા મંત્રાલય સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવે છે. આ વર્ષે EPFO દ્વારા જુલાઈમાં વ્યાજદરની જાહેરાત કરવામાં આવી હતી. ગયા વર્ષે, EPFOએ તેના ગ્રાહકો માટે વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 2020-21માં 8.10 ટકાના ચાર દાયકાના નીચા સ્તરે કર્યો હતો. 1977-78 પછી આ સૌથી નીચો હતો, જ્યારે EPF વ્યાજદર 8 ટકા હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.