Site icon

પીએફ ખાતાધારકો માટે મોટા સમાચાર: આ દિવસે આવશે વ્યાજના રૂપિયા, EPFOએ ટ્વીટ કરી આપી જાણકારી

પીએફ ખાતા ધારકો માટે સારા સમાચાર છે. એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈપીએફઓના 7 કરોડ સબસ્ક્રાઈબર્સને લઈને મોટી માહિતી આપવામાં આવી છે.

PF account holders

Big news for PF account holders

News Continuous Bureau | Mumbai

Employees Provident Fund: પીએફ ખાતા ધારકો (PF Account Holder) માટે સારા સમાચાર છે. એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈપીએફઓના 7 કરોડ સબસ્ક્રાઈબર્સને લઈને મોટી માહિતી આપવામાં આવી છે. હકીકતમાં ખાતાધારકો એ વાતથી ચિંતિત છે કે ખાતામાં હજુ સુધી પીએફનું વ્યાજ પહોંચ્યું નથી. આવી સ્થિતિમાં એક પીએફ સબસ્ક્રાઇબરે (PF Subscriber) ટ્વિટર પર ઈપીએફઓ (EPFO) ને ટેગ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેના પછી ઈપીએફઓ (EPFO) એ પોતાનો જવાબ રજૂ કર્યો છે.

Join Our WhatsApp Community

ટ્વિટર યુઝરે પૂછ્યો પ્રશ્ન

એક ટ્વિટર યુઝરે ઈપીએફઓ (EPFO), નાણા મંત્રાલય અને PMO ઈન્ડિયાને ટેગ કરીને ટ્વીટ કર્યું છે, ‘EPFOએ હજુ સુધી 2021-22ના યોગદાન માટે વ્યાજ ચૂકવ્યું નથી. આ લૂંટ બંધ કરો અને લોકોને તેમના રૂપિયા આપો. વિપક્ષ પણ આ અંગે મૌન છે તે દુઃખદ છે. ડિસેમ્બર આવી ગયો. જો તમે વ્યાજ ચૂકવી શકતા નથી, તો મજૂર વર્ગ પાસેથી રૂપિયા લેવાનું બંધ કરો.

આ સમાચાર પણ વાંચો:હિમાચલમાં મોટો ઉલટફેર, શિક્ષણ અને આરોગ્ય મંત્રી પાછળ, જાણો મોટી સીટોની સ્થિતિ

ઈપીએફઓએ આપ્યો જવાબ

નિકુંભ નામના ટ્વિટર યુઝરના ટ્વીટ પર EPFOએ પોતાનો જવાબ આપ્યો છે. EPFOએ તેના જવાબમાં લખ્યું છે, ‘પ્રિય મેમ્બર, વ્યાજ જમા કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે ટૂંક સમયમાં તમારા ખાતામાં જોવા મળશે. જ્યારે પણ વ્યાજ જમા થશે, ત્યારે ત્યારે તેની સંપૂર્ણ ચુકવણી કરવામાં આવશે. વ્યાજની ખોટ નહીં થાય.

કેમ થાય છે વિલંબ ?

EPFOના આ જવાબથી PF ખાતાધારકોને મોટી રાહત મળી છે. હવે આશા છે કે નવા વર્ષ પહેલા ખાતાધારકોના ખાતામાં વ્યાજના રૂપિયા આવી જશે. હકીકતમાં પીએફનું વ્યાજ એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેના કારણે વ્યાજની છૂટમાં ઘણી વખત વિલંબ થાય છે. EPFO ટ્રસ્ટ વ્યાજ દર નક્કી કરે છે અને તેની ભલામણ નાણા મંત્રાલયને મોકલે છે. ત્યાંથી મંજુરી મળ્યા બાદ જ ફંડ એકત્ર કરવામાં આવે છે.

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version