Site icon

મુકેશ અંબાણીની Reliance Industries નામે વધુ એક રેકોર્ડ, હવે ફોર્બ્સની આ યાદીમાં નંબર-1.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

અબજોપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani)ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries limited) ફોર્બ્સની વિશ્વભરની જાહેર કંપનીઓની તાજેતરની ગ્લોબલ 2000ની યાદીમાં બે સ્થાન ચઢીને 53મા ક્રમે પહોંચી છે. ફોર્બ્સ ગ્લોબલ 2000(Forbes Global 2000 list)ની યાદીમાં સમાવેશ માટે ચાર પરિમાણોનો ઉપયોગ કરવામાં આવે છે એ મુજબ વિશ્વની સૌથી મોટી કંપનીઓની યાદી તૈયાર કરવામાં આવે છે: વેચાણ, નફો, અસ્કયામતો અને બજાર મૂલ્ય, તેમ ફોર્બ્સે વિશ્વની ટોચની 2,000 કંપનીઓનું 2022 રેન્કિંગ બહાર પાડતા જણાવ્યું હતું.

Join Our WhatsApp Community

આ યાદીમાં રિલાયન્સ ટોચની ભારતીય કંપની છે, ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) 105માં, HDFC બેંક 153માં અને ICICI બેંક 204માં ક્રમે છે. યાદીમાં અન્ય ટોચની 10 ભારતીય કંપનીઓમાં 228મા ક્રમે સરકારી માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)નો સમાવેશ થાય છે. જ્યારે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (HDFC) નંબર 268 પર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) નંબર 357 પર, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ (TCS) નંબર 384 પર, ટાટા સ્ટીલ નંબર 407 અને એક્સિસ બેંક(Axis Bank) નંબર 431 પર આવે છે."આ વર્ષે ફોર્બ્સની ગ્લોબલ 2000ની જાહેર કંપનીઓની યાદીમાં ઊર્જા અને બેંકિંગ ક્ષેત્રના(Banking area) કોર્પોરેશનો સર્વોચ્ચ ક્રમાંક ધરાવતી ભારતીય કંપનીઓમાં સામેલ છે," તેમ પ્રકાશનમાં જણાવ્યું હતું. એપ્રિલ 2021 અને માર્ચ 2022 વચ્ચે USD 104.6 બિલિયનનું વેચાણ ધરાવતાં ઓઇલ-ટુ-ટેલિકોમ-ટુ-રિટેલ સમૂહ રિલાયન્સ વાર્ષિક આવકમાં USD 100 બિલિયનથી વધુનું ઉપાર્જન કરનારી પ્રથમ ભારતીય કંપની બની હતી.

"ગ્લોબલ 2000 કંપનીઓની યાદીમાં રિલાયન્સ વિશ્વભરની તમામ જાહેર કંપનીઓમાં બે સ્થાન ચઢીને 53મા ક્રમે પહોંચી અને ભારતીય કંપનીઓમાં પ્રથમ ક્રમે આવી હતી," તેમ  જણાવવામાં આવ્યું છે. "આ વર્ષની શરૂઆતમાં ફોર્બ્સે અંબાણીની કુલ સંપત્તિ USD 90.7 બિલિયન હોવાનો અંદાજ મૂક્યો હતો, જે તેમને આ વર્ષની અબજોપતિઓની યાદીમાં 10મા નંબર પર લાવે છે."

મુકેશભાઈના પિતા ધીરુભાઈ(Dhirubhai Ambani)એ 1960ના દાયકાના પ્રારંભમાં નાયલોન, રેયોન અને પોલીએસ્ટરના આયાત અને નિકાસ લાયસન્સ સાથે વ્યવસાય શરૂ કર્યો હતો. આજે કંપનીના વ્યવસાયોમાં પ્લાસ્ટિક અને પેટ્રોકેમિકલ્સ, મોબાઈલ ટેલિકોમ સેવાઓ અને રિટેલનો સમાવેશ થાય છે. USD 56.12 બિલિયનના માર્કેટ કેપ સાથે SBI ભારતની સૌથી મોટી કંપનીઓની યાદીમાં બીજું સ્થાન મેળવ્યું હતું. "મુંબઈમાં મુખ્યમથક ધરાવતી બેંકની દેશભરમાં 24,000 શાખાઓ અને 62,617 ATM છે. ખાનગી ક્ષેત્રની બેંકો ICICI અને HDFC ભારતીય કંપનીઓની વૈશ્વિક 2000 યાદીમાં આગળ આવે છે, જે ભારતમાં બેંકિંગ ક્ષેત્રના વિકાસને ઉજાગર કરે છે."

આ સમાચાર પણ વાંચો : સિમેન્ટ કારોબારમાં 'કિંગ' બન્યા ગૌતમ અદાણી, દેશની બીજા નંબરની મોટી સિમેન્ટ નિર્માતા કંપનીને કરી હસ્તગત, અધધ આટલા અબજ ડોલરની થઈ ડીલ…

આ યાદીમાં કેટલાક નોંધપાત્ર નવા આવનારાઓમાં અબજોપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ની કંપનીઓ  અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડનો તેમાં સમાવેશ થાય છે. "અદાણી જ્યારે ઇતિહાસમાં સૌથી ધનાઢ્ય એશિયન અબજોપતિ બન્યા ત્યારે હેડલાઇન્સ બની હતી. આ વર્ષની શરૂઆતમાં અદાણીએ વોરેન બફેટને પાછળ છોડી વિશ્વના 5મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા," તેમ પણ ફોર્બ્સે કહ્યું હતું. તેમની કંપનીઓમાં પાવર જનરેશન અને ટ્રાન્સમિશનથી માંડીને ખાદ્યતેલ, રિયલ એસ્ટેટ અને કોલસા સુધીના વ્યવસાયોનો સમાવેશ થાય છે. ફોર્બ્સની યાદીમાં અદાણી એન્ટરપ્રાઇઝ નં. 1,453 પર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 1,568માં ક્રમે, અદાણી ગ્રીન એનર્જી 1,570માં, અદાણી ટ્રાન્સમિશન 1,705માં અને અદાણી ટોટલ ગેસ 1,746માં ક્રમે છે.

આ સમાચાર પણ વાંચો :   હાશકારો!!! નાના કરદાતાઓને સરકારે આપી મોટી રાહત, આટલા વર્ષ જૂની ફાઈલ ખોલવામાં આવશે નહીં.. જાણો વિગતે.

59 વર્ષીય ગૌતમ અદાણી કૉલેજ ડ્રોપઆઉટ છે જેમણે 1988માં કોમોડિટી એક્સપોર્ટ ફર્મ શરૂ કરી હતી. તે 2008માં ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદીમાં પ્રથમ વખત USD 9.3 બિલિયનની નેટવર્થ સાથે ઝળક્યા હતા જે બાદમાં વધીને USD 90 અબજ થઈ હતી. દરમિયાન તેલ, ગેસ અને મેટલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા સમૂહ વેદાંત લિમિટેડે આ યાદીમાં 703 સ્થાનનો કૂદકો લગાવ્યો હતો. જે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારાને કારણે તમામ ભારતીય કંપનીઓએ લગાવેલી છલાંગ કરતાં પણ વધુ છે. તે 593માં ક્રમે છે. એલ્યુમિનિયમનું માઇનિંગ કરતી અને મુંબઈ ખાતે મુખ્યમથક ધરાવતી કંપનીના નફામાં 2021માં ચીનના ઉત્પાદનમાં ઘટાડો થયા બાદ આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો હતો.

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version