BIS Certification : રમકડાં પર BIS માર્ક જરૂરી, આ વેપારીઓ પર ભારતીય માનક બ્યુરોના દરોડા..

BIS Certification : 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં

News Continuous Bureau | Mumbai 

BIS Certification  : ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા બ્યૂરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડા વેચતા વેપારીઓ, રંગીલદાસ કલ્યાસિક ના વેસુ તેમજ રંગીલદાસ એન્ડ બ્રધર્સના ચોક બજાર સ્થિત શોરૂમ માં તા. 04- 03-2024ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો ઘરે બનાવેલા રમકડાંનું વેચાણ તેમની દુકાનોમાં કરતા હતા. દરોડા દરમિયાન વેપારીઓ પાસેથી 150 માર્ક વગરના રમકડાંનો વધારે માત્રામાં મળી આવ્યા હતા.

Join Our WhatsApp Community

BIS Certification Bureau of Indian Standards raids on toy traders

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના 25 ફેબ્રુઆરી 2020ના ઓર્ડર નંબર 11(4)/2017-C1 મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુદ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

 

આ સમાચાર પણ વાંચો :  PM Modi Met Actress Vyjayanthimala: PM મોદીએ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા, સુપ્રસિદ્ધ અભિનેત્રી, વૈજયંતિમાલા સાથે કરી મુલાકાત..

અપ્રમાણિક ઉત્પાદક અને વ્યાપરીઓ જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન અથવા વેચાણ કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત જોખમથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરો ના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા કરજીયાત પ્રમાણન ના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ વગર કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ ભારતીય માનક બ્યૂસે સુરત શાખા કાર્યાલય પ્રથમ માળ દૂરસંચાર ભવન, કરી માબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001 (ફોન નં. 0261-29900712991171, 2992271 2990690) પર લખી શકે છે. ફરિયાદ subo-bis@bis.gov.in cmedambis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version