લોકો સસ્તી અને સારી વસ્તુ ખરીદવા માટે ડી માર્ટ જતા હોય છે. અહીં ખરીદવાનો આનંદ જ કંઇક અલગ હોય છે. પરંતુ હવે આ ખરીદી કરવા જવું જીવલેણ પણ સાબિત થઈ શકે છે. થોડા સમય અગાઉ કલ્યાણ dombivli ના ડી માર્ટમાં 5 કર્મચારીઓ ને કોરોના થયો હતો અને ત્યારબાદ ડી માર્ટ ને બંધ કરવામાં આવ્યું હતું. હવે અંધેરી પૂર્વમાં આવેલા ડી માર્ટ ના સ્ટોર ને સીલ કરી દેવામાં આવ્યું છે.
મુંબઈ મહાનગર પાલિકાનું માનવું છે કે આ ડિમાર્ટ ના સ્ટોરમાં કોરોના ને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા.તેમજ શક્ય છે કે મહાનગરપાલિકાને એ વાતની ચિંતા હોય કે આ ડિમાર્ટ નું સેન્ટર સુપર સ્પ્રેડર છે. આથી મુંબઈ મહાનગરપાલિકાના વિભાગે અગમચેતીના પગલારૂપે. આ ડિમાર્ટ ના સેન્ટરને બંધ કર્યું છે. સાથે જ લોકોને ચેતવણી આપી છે કે લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તેમ જ એવા સ્ટોરમાં જાય જ્યાં કોરોના નું જોખમ ન હોય.
