News Continuous Bureau | Mumbai
મોંઘવારીથી સામાન્ય માણસોની કેડ ભાંગી ગઈ છે ત્યારે હવે તેમનાં ખિસ્સાં પર વધુ બોજ આવવાનો છે.
પાંચ મહિનામાં બીજી વાર સ્લાઈસ બ્રેડ(slice bread)ના દર(price hike)માં રૂ. 2થી 5નો વધારો થયો છે.
સામાન્ય રીતે 350- 400 ગ્રામ સફેદ બ્રેડ(White bread)ની કિંમત હવે રૂ. 33થી રૂ. 35 તો 800 ગ્રામના પેકેટનો ભાવ 65 રૂપિયામાંથી 70 રૂપિયા થયો છે.
આ ઉપરાંત, મલ્ટિગ્રેન બ્રેડ(Multigrain bread)ના ભાવ 55થી વધીને 60 રૂપિયા કરવામાં આવ્યા છે, જ્યારે બ્રાઉન્ડ બ્રેડ(Borwn bread)ના ભાવ 45થી વધીને 50 રૂપિયા થયા છે.
બજારમાં ત્રણ મુખ્ય બ્રાન્ડ્સ દ્વારા ભાવ વધારવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મે મહિનાથી બ્રેડના ભાવમાં વધારો થવાની અપેક્ષા હતી, કારણ કે ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એફસીઆઈ) દ્વારા આ વર્ષે સ્કીમની જાહેરાત કરી નહોતી, જે વાસ્તવમાં ઓપ્ન માર્કેટમાં પુરવઠા અને ભાવને નિયંત્રણમાં રાખે છે.