Site icon

અદાણી પર વધુ એક આરો. બ્રિટીશ સમાચાર પત્રએ દાવો કર્યો કે ₹ 20,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે

પશ્ચિમી દેશો અદાણીની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. હવે બ્રિટનના અખબારે દાવો કર્યો છે કે ગત પાંચ વર્ષમાં શેલ કંપનીઓ થકી અદાણીમાં 20,000 કરોડ રૂપિયા પાર્ક કરવામાં આવ્યા છે.

adani-group-adani-group-company-ambuja-cements-acquires-sanghi-industries-at-enterprise-value-of-Rs.5000-crore-shares-rise

adani-group-adani-group-company-ambuja-cements-acquires-sanghi-industries-at-enterprise-value-of-Rs.5000-crore-shares-rise

News Continuous Bureau | Mumbai

બ્રિટીશ અખબાર ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સે એક વધુ મોટો ધડાકો કર્યો છે. અખબારના અહેવાલ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં અદાણી જૂથમાં આવેલા કુલ સીધા વિદેશી મૂડીરોકાણમાં લગભગ અડધા જેટલું રોકાણ મોરેશિયસ અને દુબઈ સ્થિત જૂથની માલિકીની જૂથના પ્રમોટરની માલિકીની કંપનીઓ કે ફંડ્સ દ્વારા જ રોકાણ કરવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં આ કંપનીઓમાં લગભગ રૂ.20,800 કરોડ જેટલું વિદેશી મૂડીરોકાણ આ કંપનીઓ દ્વારા થયું છે.

અખબારી દાવો છે કે આ રોકાણ કોણે કર્યું છે તે સંદર્ભે સ્પષ્ટતા નથી. પરંતુ કુલ રોકાણમાં એક મોટો હિસ્સો વિદેશથી આવેલા પૈસાનો છે. ઉલ્લેખનીય છે કે હેન્ડનબર્ગ રિપોર્ટે દાવો કર્યો હતો કે અદાણી જૂથમાં શેલ કંપનીઓ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. જોકે એ વાતની સ્પષ્ટતા કરી નહોતી કે આ રોકાણ કોણે કર્યું છે. હવે બ્રિટિશ અખબારે એક ડગલું આગળ વધીને એ દેશના નામ આપ્યા છે જ્યાંથી રોકાણ થયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમના પિતાના ઘરેથી થઇ લાખો રૂપિયાની ચોરી, પોલીસમાં ફરિયાદ, આ વ્યક્તિ પર શંકા

આમ વિદેશી પબ્લીકેશન ભારતના વેપારી ગૌતમ અદાણીની પાછળ હાથ ધોઈને પડી ગયા છે.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version