શું વાત છે- ભારતીય શિક્ષણનો વિદેશમાં ડંકો- આઇઆઇટી હવે વિદેશભૂમિ પર પણ જશે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી(Indian Institute of Technology) દુનિયાભરમાં પોતાના ગુણવત્તાપૂર્ણ શિક્ષણ(Quality education)માટે જાણીતું છે. પરંતુ હવે ટૂંક સમયમાં જ આઈઆઈટીનો(IIT) વિસ્તાર ગ્લોબલ સ્તરે(Globally)પણ થશે. આઈઆઈટીને દુનિયાના ફલક પર પહોંચાડવા માટે કેન્દ્ર દ્વારા એક ખાસ સમિતિ બનાવવામાં આવી છે, જેણે વિદેશોમાં સ્થિત ભારતીય દુતાવાસો(Indian Embassies) સાથે ચર્ચા વિમર્શ કરીને ૭ દેશોને આ માટે પસંદ કર્યા છે. જ્યાં આઈઆઈટીના ગ્લોબલ કેમ્પસ(IIT's Global Campus) ખોલવામાં આવશે. 

મીડિયા રિપોર્ટ અનુસાર આ સાત દેશમાં બ્રિટન(Britain), સંયુક્ત અરબ અમીરાત(United Arab Emirates), ઈજીપ્ત(Egypt), સાઉદી અરબ(Saudi Arabia,), કતાર(Katar), મલેશિયા( Malaysia) અને થાઈલેન્ડનો(Thailand) સમાવેશ થાય છે. સમિતિએ આ સાત દેશમાં આઈઆઈટીને ઇન્ડિયન ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બ્રાન્ડ(Indian International Institute of Technology Brand) નામથી ખોલવાનું સૂચન આપ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : સરકાર સસ્તામાં સોનું વેચી રહી છે – જાણો ભારત સરકારની નવી યોજના અને સોનાના ભાવ

આઈઆઈટી કાઉન્સેલિંગ(IIT Counselling) સ્ટે. કમિટીના અધ્યક્ષ ડો. કે. રાધાકૃષ્ણનના(Dr. K. of Radhakrishnan) નેતૃત્વવાળી ૧૭ સદસ્યની કમિટીએ શિક્ષણ મંત્રાલયને(Ministry of Education) મોકલેલા પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ સાત દેશ જુદા જુદા તમામ માપદંડો પર મોખરે રહ્યા છે. આ માપદંડોમાં રુચિ અને પ્રતિબદ્ધતા સ્તર, શૈક્ષણિક પેઢી, ગુણવત્તાયુક્ત શિક્ષકો અને વિદ્યાર્થીઓને આકર્ષવા માટે અનુકૂળ મિકેનિઝમ્સ, નિયમનકારી જોગવાઈઓ અને ભારતના બ્રાન્ડિંગ અને સંબંધોને વધારવા માટે સંભવિત લાભ સહિતના મુદ્દા સામેલ છે. કમિટીએ પોતાનો રિપોર્ટ ૨૬ દેશોમાં સ્થિત ભારતીય મિશનના પ્રાપ્ત ફિડબેકના આધારે તૈયાર કર્યો છે. તેના માટે વિદેશ મંત્રાલયે ૨ ફેબ્રુઆરી અને ૨૮ માર્ચના રોજ આ મિશનના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠકની વ્યવસ્થા કરી હતી. જેમાં ઇકોનોમિક ડિપ્લોમસી સેક્શનના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. 

બ્રિટનમાં હાઈ કમિશન દ્વારા પ્રાપ્ત ઇનપુટ માં કહેવામાં આવ્યું કે આઈઆઈટી ગ્લોબલ કેમ્પસમાં સહયોગ માટે બ્રિટનની ૬ યુનિવર્સિટીમાંથી પ્રસ્તાવ મળ્યા છે. આ પ્રસ્તાવ યુનિવર્સિટી ઓફ બર્મિંઘમ(University of Birmingham), કિંગ્સ કોલેજ લંડન(King's College London), યુનિવર્સિટી ઓફ એક્સટર(University of Exeter), યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડUniversity of Oxford),  યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ (University of Cambridge) અને યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન(University College of London) તરફથી આ પ્રસ્તાવ આવ્યો છે. બ્રિટન સ્થિત હાઈ કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મિશને આઈઆઈટી કમિટી અને યુનિવર્સિટીઓ વચ્ચે બેઠક માટે અનેક પ્રસ્તાવ તૈયાર કર્યા છે. જે બાદ આ પ્રસ્તાવ પર આગળ વધવા માટે એક વિસ્તૃત નોટ અને નોડલ સંપર્ક પોઈન્ટ માટે પણ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : આજે ફરી કડાકા સાથે બંધ થયું બજાર રોકાણકારો આઘાતમાં- આ કંપનીના શેરોએ કર્યા કંગાળ 

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે આઈઆઈટી દિલ્હી(IIT Delhi)  માટે સંયુક્ત અરબ અમિરાત, સાઉદી અરબ, ઈજીપ્ત અને મલેશિયા પસંદના વિકલ્પ છે. રિપોર્ટ અનુસાર ઈજીપ્ત ૨૦૨૨-૨૩ માટે આઈઆઈટી કેમ્પસ માટે ખૂબ જ ઉત્સુક છે. તેણે ત્યાં સુધી કહ્યું કે હાલ જાે ફિઝિકલ કેમ્પસ શરુ કરી શકાય તેમ ન હોય તો ઓનલાઈન વ્યવસ્થા પણ શરુ કરી દેવામાં આવે તો ઈજીપ્ત તૈયાર છે. જાેકે સમિતિ કોઈ ઉતાવળ કરવા માગતી નથી અને યોગ્ય વિચાર વિમર્શ પછી જ ફિઝિકલ સેન્ટર ખોલવા માટે સલાહ આપી રહી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More