News Continuous Bureau | Mumbai
BSE derivatives : એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર તેની ચોથી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 1,72,960 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 1,72,917 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 43 કરોડ)ની પ્રભાવશાળી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જેની સરખામણીએ અગાઉના સપ્તાહનું એક્સપાયરી ટર્નઓવર રૂ. 69,422 કરોડ હતું.
આ સમાચાર પણ વાંચો : Mutual Fund : આ કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં પ્રવેશ કર્યો, સાત ફંડ્સ સાથે મજબૂત શરૂઆત
આજે 6.34 લાખ સોદા દ્વારા કુલ 27.54 લાખ કોન્ટ્રાક્ટ્સ ટ્રેડ થયા હતા. એક્સપાયરી પહેલા કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ. 12,650 કરોડના મૂલ્યના 2.02 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું હતું.
પુનઃ લોંચ થયા પછી, ઓપન ઈન્ટરેસ્ટ સતત વધી રહ્યું છે, જે આ સેગમેન્ટમાં 170થી વધુ સભ્યો સાથે ભાગ લેતા બજારના સહભાગીઓ તરફથી સતત અને વધતા રસનો સંકેત આપે છે.