ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
શેરબજારમાં ઉછાળાની અસર હવે રોકાણકારોની સંખ્યા પર જોવા મળી રહી છે. બજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે.
બીએસઈના લેટેસ્ટ આંકડા મુજબ એક્સચેન્જમાં યુનિક ક્લાયન્ટ કોડ (યુસીસી)ની દૃષ્ટિએ એક્સચેન્જમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા આઠ કરોડ પર પહોંચી ગઈ છે.
આ પૂર્વે 6 જૂન, 2021ના રોજ યુસીસીની સંખ્યા 7 કરોડની હતી અને 21 સપ્ટેમ્બરે પૂરા થયેલા માત્ર 107 દિવસમાં રોકાણકારોની સંખ્યામાં બે કરોડનો વધારો થયો છે.
ખાસ વાત એ છે કે રોકાણકારોની સંખ્યામાં થયેલો આ સૌથી અધિક ઝડપી વધારો છે.
ઉલ્લેખનીય છે કે બીએસઈમાં 2 ફેબ્રુઆરી, 2008ના રોજ યુસીસીની સંખ્યા એક કરોડ હતી તેને બે કરોડ પર પહોંચતાં આશરે ત્રણ વર્ષ પાંચ માસ (8 જુલાઈ, 2011) લાગ્યા હતા.
લ્યો કરો વાત!! મેરઠમાં એક કાકા ને રસીના પાંચ ડોઝ લાગી ગયા.