ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
2 જુલાઈ 2020
સામ-દામ-દંડ-ભેદ દરેક રીતે ભારત ચીનને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સાનમાં ન સમજનાર ચીનને ભારત હવે આર્થિક રીતે દંડ આપી રહ્યું છે. ચીને લદાખઘાટી માં ભારતીય જવાનો સાથે જે હરકત કરી ત્યાર બાદ દેશમાં ચીન વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે અને લોકો ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યા છે.
લોકડાઉન બાદ આર્થિક સ્થિતિને ઉગારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર બનવાનો મંત્ર આપ્યો છે. જે અંતર્ગત દેશના મહત્ત્વના ચીની કંપનીઓને આપવામાં આવેલા કામના કોન્ટ્રાક્ટ કેન્સલ થઈ રહ્યા છે. જેને કારણે ચીનને આર્થિક ફટકો પડી રહ્યો છે. એવામાં દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બીએસએનએલ અને એમટીએનએલ એ પોતાના 4જી ટેન્ડર રદ કરી દીધા છે અને હવે 4જી માટેના નવા ટેન્ડર બહાર પાડવામાં આવી શકે છે. ભારત સરકારે ભારતની બે અગ્રણી દૂરસંચાર કંપનીઓ ને ચાઈનિઝ માલ સામાન ન ખરીદવા ના આદેશ આપ્યા છે. અને હવે મેક ઇન ઇન્ડિયા તેમજ ભારતીય ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે સરકાર નવી જોગવાઈ કરવા જઈ રહી છે.
આમ સાનમાં ન સમજનાર ચીનને ભારત આર્થિક દંડ આપી રહ્યું છે. ધીમે ધીમે ચીન સાથેના વ્યાપારી સંબંધો તોડવામાં આવી રહ્યા છે. બીએસએનએલ અને એમટીએનએલ બાદ ભારતીય રેલવેએ પણ ટેન્ડર રદ કર્યા છે. આ ટેન્ડર અંતર્ગત રેલવેમાં 800 જેટલા કેમેરા લગાવવાનો ઓર્ડર ચીની કંપનીને અપાયો હતો પરંતુ હવે તમામ આર્થિક વ્યવહારો રોકી દેવાયા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com