ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
31 જુલાઈ 2020
બુગાટી બ્રાન્ડ વેરીઓન અને ચિરોન જેવી શાનદાર સુપરકાર માટે જાણીતી છે. પરંતુ આ વખતે કંપની તેની એક ઇલેક્ટ્રિક ટોય કારને કારણે ચર્ચામાં છે. જેની કિંમત કરોડોમાં છે. લક્ઝરી કાર મેકર કંપની બુગાટીએ બાળકો માટે 500 મિનિએચર ઇલેક્ટ્રિક ટૉય કાર બનાવી છે. એ રમકડાની કારની કિંમત 35,000 ડૉલર એટલે કે લગભગ 26.21 લાખ રૂપિયા છે. જે 2019 ના જીનેવા મોટર શોમાં 3 ડી પ્રિન્ટેડ મોડેલ તરીકે રજૂ કરવામાં આવી હતી. હવે કંપનીએ યુરોપિયન બજારમાં તેનું અંતિમ મોડેલ રજૂ કર્યું છે. જોકે, કિંમતી આ અનોખી ટૉય કાર ખરીદવાની ઇચ્છા ફક્ત 500 લોકોની જ પૂર્ણ થશે, કારણ કે કંપની બેબી 2 કારના 500 યુનિટ જ બનાવશે. આ શાનદાર બુગાટી બેબી-2 ઇલેક્ટ્રિક ટૉય કાર ઓરિજિનલ બુગાટી ટાઇપ-35 રેસિંગ કારની પ્રતિકૃતિ સમાન છે. જે 1927 માં આવી હતી.
કંપનીના મૂળ માલિક એત્તોર બુગાટીએ તેમના પુત્ર, રોલેન્ડના ચોથા જન્મદિવસ પર 1926 માં પ્રથમ વખત 'બેબી' ટૉય કાર બનાવી હતી. નોંધનીય છે કે કંપનીએ 1927 થી 1936 ની વચ્ચે 'બેબી' કારના 500 યુનિટ વેચ્યા હતા. જો કે, નવી બેબી 2 ટોય કાર જૂની 'બેબી' કાર કરતા મોટી અને વધુ શક્તિશાળી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
Join Our WhatsApp Community