News Continuous Bureau | Mumbai
નોકરી(job) કરતા લોકોની આવક મર્યાદિત (Income limited) છે અને તેમને દર મહિનાના અંતે સેલરી મળે છે. જો કે નોકરી કરતા લોકો ચોક્કસપણે તેમની સેલેરી કરતાં વધુ કમાવવાની ઇચ્છા ધરાવે છે.
Side Income: નોકરી કરતા લોકોની આવક મર્યાદિત છે અને તેમને દર મહિનાના અંતે સેલરી મળે છે. જો કે નોકરી કરતા લોકો ચોક્કસપણે તેમની સેલેરી કરતાં વધુ કમાવવાની ઇચ્છા ધરાવે છે. જો કે પગારદાર લોકો(Salary people) માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાંથી તેઓ સાઈડ ઈનકમ પણ જનરેટ કરી શકે છે. તેના માટે તેમને માત્ર થોડી સ્કિલની જરૂર છે. આવો જાણીએ તેના વિશે…
ફ્રીલાન્સ
જોબ કરતા લોકો ફ્રીલાન્સિંગથી(freelancing) રૂપિયા કમાઈ શકે છે. જો તમારી પાસે સ્કિલ્સ હોય તો તમે કન્ટેન્ટ રાઈટર(Content writer), વિડિયો એડિટર(Video editor), ડેવલપર(developer), ગ્રાફિક ડિઝાઇન(Graphic design) જેવા કામમાં ફ્રીલાન્સ શરૂ કરી શકો છો. તમે તમારું ઘર છોડ્યા વિના ફ્રીલાન્સિંગ માં કમાણી કરવાની તકો સરળતાથી જોઈ શકો છો. જો તમે ફ્રીલાન્સિંગ વિશે સર્ચ કરવા માંગો છો, તો તેના માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.
ટ્યૂશન(Tuition)
જો તમને બીજાને ભણાવવાનો શોખ હોય અને તમને કોઈ ચોક્કસ વિષયમાં નિપુણતા હોય, તો તમે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવીને (Teaching online) ઘણું કમાઈ શકો છો. આ કરવા માટે તમે યુટ્યુબ અથવા વિડિયો કોન્ફરન્સિંગ(Video conferencing) સાઇટ્સનો ઉપયોગ કરી શકો છો અને તમારા વિદ્યાર્થીઓને જોડી શકો છો.
આ સમાચાર પણ વાંચો : કમાણીની સ્પેશિયલ તક – આ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર આપી રહી છે 8-3 ટકા વ્યાજ- આજે જ ઉઠાવો લાભ
Affiliate Marketing
જો તમે સારા કન્ટેન્ટ ક્રિએટર(Content creator) છો અથવા લોકોને વસ્તુઓ વેચવાનું કૌશલ્ય ધરાવો છો તો તમે એફિલિએટ માર્કેટિંગમાંથી ઘણા રૂપિયા (કમિશન) કમાઈ શકો છો. એવા ઘણા વ્યવસાયો, ઈ-કોમર્સ સાઇટ્સ અને બ્રાન્ડ્સ છે જે એવા લોકોની શોધમાં છે જેઓ તેમના ઉત્પાદનો વેચી શકે.
ઓનલાઇન મદદ અને પરામર્શ
જો તમારી પાસે કોઈપણ વિષય પર મદદ અથવા કન્સલ્ટિંગ આપવામાં કુશળતા હોય, તો તમે આ બધું ઓનલાઈન પણ આપી શકો છો અને તેમાંથી કેટલીક સારી કમાણી કરો શકો છો.
ઉલ્લેખનીય છે કે આજના સમયમાં મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે કોઈ એક નોકરીમાં ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તેથી સાઈડ ઈનકમ જનરેટ કરવી એ એક જરૂરિયાત બની ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Hollyland લોન્ચ કર્યો પ્રીમિયમ વાયરલેસ માઇક્રોફોન- જે Vlogger માટે છે ભેટ
નોંધ – કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા વિશેષજ્ઞની સલાહ જરુર લો