ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 એપ્રિલ 2021.
મંગળવાર.
સોમવારે શેરબજારમાં થયેલા કડાકાએ ને પગલે દેશના ટોપના ઉદ્યોગપતિઓને નુકસાન થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના ધનિકોની યાદીમાં થી એક-એક સ્થાન નીચે સરકી ગયા છે.
મુકેશ અંબાણી Bloomberg billionaires index માં હવે 71.6 ડોલરની નેટવર્થ સાથે તેરમાં સ્થાન પર આવી ગયા છે. જ્યારે અદાણી 55.3 અબજ ડોલરની સાથે 23 ના નંબર પર સરકી ગયા છે. દેશની સૌથી મોટી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શહેરમાં સોમવારે 16.3 ટકાનો ધડાકો નોંધાયો હતો આનાથી મુકેશ અંબાણી નેટવર્થમાં એક જ દિવસમાં 1.42 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જી નો શેર 4.69 ટકા, અદાણી પોર્ટનો શેર 4.39 ટકા, અને અદાણી એન્ટરપ્રાઇઝ નો શેર 2.10 ટકા નીચે ઘટી ગયો હતો. જોકે આ વર્ષે કમાણીના મામલે દુનિયાના કેટલાય અમીરો પર ભારે પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, Bloomberg billionaires index ના અનુસાર એમેઝોનના જેક બેઝૉસ દુનિયાના સૌથી મોટા માલેતુજાર બની ગયા છે. તેમની નેટ વર્થ 197 અબજ ડોલર છે. જ્યારે આ લિસ્ટમાં ટેસ્લા અને સ્પેસએક્સ બીજા નંબર પર અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બીલ ગેટ્સ ત્રીજા નંબર પર છે.