News Continuous Bureau | Mumbai
Byju Salary Crisis: દેશની અગ્રણી એડટેક ( ED Tech ) કંપની બાયજુ ( Byjus ) હવે એવી સ્થિતિમાં આવી ગઈ છે કે તે તેના કર્મચારીઓને પગાર વહેંચવામાં પણ સક્ષમ ન હતી. જો કે, કંપનીને આ કટોકટીમાંથી બહાર કાઢવા માટે, બાયજુના સ્થાપકે ભાવનાત્મક પગલું ભર્યું છે અને પોતાનું ઘર ગીરો મૂકીને પૈસા ભેગા કરી રહ્યો છે અને કર્મચારીઓને પગાર ચૂકવવાનું શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે કંપનીના અંદાજે 15 હજાર કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો હતો.
Byjus Founder has debt his home to pay his employee’s salary, on one hand I feel how hard building a startup could be while on other hand I feel well Byjus was a scam. pic.twitter.com/PJVogUAARe
— Uttkarsh Singh (@Uttupaaji) December 4, 2023
માહિતી અનુસાર, કંપનીના સ્થાપક બાયજુ રવિન્દ્ર ( Raveendran ) ને બેંગલુરુ ( Bangalore ) માં પોતાના બે મકાનો અને એક નિર્માણાધીન વિલાને ગીરો મૂકીને $12 મિલિયનની રકમ એકત્ર કરી છે. આ પૈસાનો ઉપયોગ પગારની વહેંચણીમાં થયો હતો. રવિન્દ્રને માત્ર પોતાના ઘરો જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યોની માલિકીના ઘરો પણ ગીરો મૂક્યા છે. એજ્યુકેશન સેક્ટરની દિગ્ગજ કંપની બાયજુ હાલમાં રોકડની તીવ્ર તંગીનો સામનો કરી રહી છે.
જોકે, કંપની કે રવિન્દ્રનની ઓફિસે આ અંગે હજુ સુધી ખુલીને કંઈ કહ્યું નથી. સોમવારે, સ્ટાર્ટઅપે આ પૈસા બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડને ( Think & Learn Pvt Ltd ) સોંપી દીધા હતા, જેથી પગાર વહેંચી શકાય. રવિન્દ્રન કંપનીને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે.
ડૂબતી કંપનીને બચાવવા માટે લગભગ 800 મિલિયન ડોલરનું રોકાણ કર્યું…
બાયજુને એક સમયે ભારતની સૌથી મૂલ્યવાન ટેક સ્ટાર્ટઅપ તરીકે વર્ણવવામાં આવી હતી. રોકડની તંગીને દૂર કરવા માટે, કંપનીએ તેના યુએસ સ્થિત ડિજિટલ રીડિંગ પ્લેટફોર્મને ( digital reading platform ) $400 મિલિયનમાં વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. કટોકટી ત્યારે શરૂ થઈ જ્યારે બાયજુ તેની $1.2 બિલિયનની ટર્મ લોનની EMI ચૂકવવામાં નિષ્ફળ રહી હતી.
આ સમાચાર પણ વાંચો : Money Laundering: EDના મુંબઈ – ચેન્નઈમાં દરોડા.. આટલા કરોડની મિલકત અને બેંક ડિપોજીટ ફ્રીઝ… જાણો શું છે આ મામલો..
રવિન્દ્રનની સંપત્તિ લગભગ $5 બિલિયન હોવાનો અંદાજ છે. વ્યક્તિગત સ્તરે 400 મિલિયન ડોલરની લોન લીધી છે. આ માટે તેણે કંપનીમાં પોતાના તમામ શેર દાવ પર લગાવી દીધા છે. આ ઉપરાંત, તેણે ડૂબતી કંપનીને બચાવવા માટે લગભગ 800 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ કારણે તેમની પાસે હવે રોકડ બચી નથી.
બાયજુ તેના વિકાસના દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્પોન્સર પણ બન્યો હતો. જોકે બાદમાં તેણે ટીમ ઈન્ડિયાની જર્સીમાંથી પોતાનું નામ હટાવી દીધું હતું. હાલમાં BCCI અને BYJU’S કાયદાકીય વિવાદમાં ફસાયેલા છે. આ કેસની સુનાવણી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં ચાલી રહી છે.