News Continuous Bureau | Mumbai
Byjus vs BCCI row: આર્થિક સંકટનો સામનો કરી રહેલી ટેક્નોલોજી આધારિત શિક્ષણ કંપની બાયજુસને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ACLATના આદેશને રદ કર્યો છે જેમાં તેણે ACLAT vs Byju’s અને BCCI વચ્ચે સેટલમેન્ટ ની મંજૂરી આપી હતી. અગાઉ, 14 ઓગસ્ટ, 2024 ના રોજ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) ના આદેશ પર સ્ટે મૂક્યો હતો, જેને હવે સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે.
Byjus vs BCCI row: સેટલમેન્ટ પ્રક્રિયામાં ઘણી ખામીઓ
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું, બાયજુસ અને બીસીસીઆઈ વચ્ચે અપનાવવામાં આવેલી સેટલમેન્ટ પ્રક્રિયામાં ઘણી ખામીઓ છે. આ સેટલમેન્ટ નાદારી વ્યાવસાયિક પંકજ શ્રીવાસ્તવની મંજૂરી વિના થઈ છે, જેમની નિમણૂક NCLAT દ્વારા 16 જુલાઈના રોજ કંપનીની કામગીરી જોવા માટે કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલની અપીલ સ્વીકારીને અમે ઓગસ્ટ 2024માં NCLAT દ્વારા આપવામાં આવેલા આદેશને રદ કરીએ છીએ. બાયજુસને લોન આપનાર અમેરિકન ધિરાણકર્તાઓના જૂથે NCLATના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
Byjus vs BCCI row: બીસીસીઆઈને 158 કરોડ રૂપિયા ચૂકવીને સ્પોન્સર ડીલ સંબંધિત વિવાદનું સેટલમેન્ટ કર્યું
ખંડપીઠે જણાવ્યું હતું કે અમેરિકન કંપની ગ્લાસ ટ્રસ્ટ કંપની એલએલસી, ધિરાણકર્તા હોવાને કારણે, એનસીએલટી, એનસીએલએટી અને સુપ્રીમ કોર્ટમાં કોર્પોરેટ નાદારીની કાર્યવાહી સંબંધિત કેસોમાં અસરગ્રસ્ત પક્ષ તરીકે હસ્તક્ષેપ કરવાનો અધિકાર ધરાવે છે.
આ સમાચાર પણ વાંચો : Israel-Hamas War: ઈઝરાયલનો બેરુંતમાં કર્યો મિસાઈલ એટેક, તાશના પત્તાની જેમ બિલ્ડિંગ થઇ ધરાશાયી; જુઓ વિડીયો..
જણાવી દઈએ કે બાયજુના ફાઉન્ડર બાયજુ રવીન્દ્રનના ભાઈ રિજુ રવીન્દ્રન, જે કંપનીના સૌથી મોટા શેરધારક છે, તેમણે બીસીસીઆઈને 158 કરોડ રૂપિયા ચૂકવીને સ્પોન્સર ડીલ સંબંધિત વિવાદનું સેટલમેન્ટ કર્યું હતું. બીસીસીઆઈએ નાદારી કાયદા હેઠળ બાયજસ વિરુદ્ધ કાર્યવાહી કરવા NCLATમાં અરજી કરી હતી. અમેરિકન ધિરાણકર્તા ગ્લાસ ટ્રસ્ટ કંપની, જેણે બાયજુસને લોન આપી હતી, તે બાયજુસ અને BCCI વચ્ચેના સેટલમેન્ટ નો વિરોધ કરી રહી હતી અને તેમના પૈસા પરત કરવાની માંગ કરી રહી હતી. અમેરિકન ધિરાણકર્તાઓએ બાયજુસને $1.2 બિલિયનની લોન આપી હતી.
Byjus vs BCCI row: સેટલમેન્ટમાં મળેલી રકમ જમા કરાવવાનો આદેશ
દેશની સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને બાયજુસની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્નની કમિટી ઓફ ક્રેડિટર્સને વ્યાજ સાથે સેટલમેન્ટમાં મળેલી રકમ જમા કરાવવા કહ્યું છે. કોર્ટે લેણદારોના જૂથને આગળની કાર્યવાહી સુધી આ પૈસા એસ્ક્રો એકાઉન્ટમાં રાખવા કહ્યું છે અને NCLATની આગળની સૂચનાઓનું પાલન કરવાનું પણ કહ્યું છે.