ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,13 એપ્રિલ 2021.
મંગળવાર.
કોરોના ની બીજી લહેર એ દેશમાં બધાને ત્રસ્ત કરીને મૂકી દીધા છે. આ સંદર્ભે કોરોનાના સંક્રમણથી બચવા દેશના રાજ્યો પોતાના રાજ્યમાં નાઈટ કર્ફ્યું અથવા તો આંશિક લોકડાઉન લગાડવાના નિર્ણયો લઇ રહ્યા છે. જોકે આ લોકડાઉન ના કારણે સૌથી વધારે નુકસાન વેપારી ગણને થયું છે. માટે જ આ આર્થિક સંકટ ને નાથવા કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન્ સાથે દરેક રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સરકારના આદેશ પર લાગુ કરવામાં આવેલા લોકડાઉન ને કારણ બંધ થયેલી દુકાનોને સરકાર તરફથી વળતર આપવામાં આવે એવું નિવેદન કરવામાં આવ્યું છે.
કૈટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ ના જણાવ્યા મુજબ,જે દુકાન નું વાર્ષિક ટર્ન ઓવર જે હિસાબે હોય તેના અનુસંધાનમાં સરકારે એને વળતર આપવાનું રહેશે. કૈટના અનુસાર દેશમાં પ્રતિવર્ષ લગભગ 80 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થાય છે. જે પ્રતિ માસ લગભગ સાડા છ લાખ કરોડનો થાય છે. ફક્ત મહારાષ્ટ્રમાં જ માસિક કારોબાર લગભગ એક લાખ કરોડ રૂપિયા જેટલો થાય છે. કૈટના રાષ્ટ્રીય મહામંત્રી જણાવે છે કે, જ્યાં કેન્દ્ર સરકારે ગત વર્ષે વિભિન્ન વર્ગના લોકો માટે અનેક પેકેજો જાહેર કર્યા હતા. ત્યાં જ દેશના વેપારી વર્ગ માટે તેમણે પેકેજમા એક રૂપિયાની પણ સહાય કરી નથી. તેમજ ન તો કોઈ રાજ્ય સરકારને વેપારીની મદદ કરવા માટેનો સૂચન કર્યું હતું. જેના ફળસ્વરૂપ વેપારી વર્ગને આજ સુધી નાણાકીય ભીડનો સામનો કરવો પડે છે.
આગામી રવિવારે બેંકો ની આરટીજીએસ સેવા 14 કલાક માટે બંધ રહેશે. રિઝર્વ બેન્કે કરી જાહેરાત.