Site icon News Continuous Bureau | Mumbai

અમારું નુકસાન ભરપાઈ કરો. વેપારી સંગઠને સરકાર પાસે કરી માંગ. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,13 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

મંગળવાર.

    કોરોના ની બીજી લહેર એ દેશમાં બધાને ત્રસ્ત કરીને મૂકી દીધા છે. આ સંદર્ભે  કોરોનાના સંક્રમણથી બચવા દેશના રાજ્યો પોતાના રાજ્યમાં નાઈટ કર્ફ્યું અથવા તો આંશિક લોકડાઉન લગાડવાના નિર્ણયો લઇ રહ્યા છે. જોકે આ લોકડાઉન ના કારણે સૌથી વધારે નુકસાન વેપારી ગણને થયું છે. માટે જ આ આર્થિક સંકટ ને નાથવા કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન્ સાથે દરેક રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સરકારના આદેશ પર લાગુ કરવામાં આવેલા લોકડાઉન ને કારણ બંધ થયેલી દુકાનોને સરકાર તરફથી વળતર આપવામાં આવે એવું નિવેદન કરવામાં આવ્યું છે.

કૈટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ ના જણાવ્યા મુજબ,જે દુકાન નું વાર્ષિક ટર્ન ઓવર જે હિસાબે હોય તેના અનુસંધાનમાં સરકારે એને વળતર આપવાનું રહેશે. કૈટના અનુસાર દેશમાં પ્રતિવર્ષ લગભગ 80 લાખ કરોડ રૂપિયાનો કારોબાર થાય છે. જે પ્રતિ માસ લગભગ સાડા છ લાખ કરોડનો થાય છે. ફક્ત મહારાષ્ટ્રમાં જ માસિક કારોબાર લગભગ એક લાખ કરોડ રૂપિયા જેટલો થાય છે. કૈટના રાષ્ટ્રીય મહામંત્રી જણાવે છે કે, જ્યાં કેન્દ્ર સરકારે ગત વર્ષે વિભિન્ન વર્ગના લોકો માટે અનેક પેકેજો જાહેર કર્યા હતા. ત્યાં જ દેશના વેપારી વર્ગ માટે તેમણે પેકેજમા એક રૂપિયાની પણ સહાય કરી નથી. તેમજ ન તો કોઈ રાજ્ય સરકારને વેપારીની મદદ કરવા માટેનો સૂચન કર્યું હતું. જેના ફળસ્વરૂપ વેપારી વર્ગને આજ સુધી નાણાકીય ભીડનો સામનો કરવો પડે છે.

આગામી રવિવારે બેંકો ની આરટીજીએસ સેવા 14 કલાક માટે બંધ રહેશે. રિઝર્વ બેન્કે કરી જાહેરાત.

Ralph Lauren Copying Indian Zardozi Craft ક્રેડિટ વિના ભારતીય સંસ્કૃતિની નકલ? અમેરિકન લક્ઝરી બ્રાન્ડ સામે દેશભરના કારીગરો અને ડિઝાઇનર્સ લાલઘૂમ!
High GDP Growth vs Youth Unemployment જીડીપી ગ્રોથના મોટા દાવા, પણ નોકરીઓ ક્યાં? ૨૫ ટકા યુવાનો પાસે ના રોજગાર છે ના શિક્ષણ!
Strait Of Hormuz Crisis EIL Middle East Oil Projects તેલ પુરવઠો હવે નહીં અટકે! હોર્મુઝને બાયપાસ કરવા વૈકલ્પિક રૂટ્સની તૈયારી, ભારતીય કંપની મેળવશે મોટા કોન્ટ્રાક્ટ્સ
Noel Tata Challenges Chandra Vote બોમ્બે હાઉસમાં સત્તા સંઘર્ષની નવી લડાઈ! એન. ચંદ્રશેખરન સામે નોએલ ટાટાનો ખુલ્લો બળવો, બોર્ડરૂમ વોટિંગને ગણાવ્યું કાયદા વિરુદ્ધ
Exit mobile version