Site icon

દેશમાં ઑગસ્ટમાં GST કલેક્શન રેકૉર્ડ બ્રેક, તો પેટ્રોલ-ડીઝલના દરમાં રાહત કેમ નહીં? વેપારીઓનો કેન્દ્ર સરકારને સવાલ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પણ આસમાને આંબી ગયા છે. કોરોનાની મહામારી વચ્ચે પણ દેશમાં ઑગસ્ટ મહિનામાં ગુડ્સ સર્વિસ ટૅક્સ (GST)નું કલેક્શન 1.12 લાખ કરોડ રૂપિયા જેટલું થયું છે. દર મહિને GST કલેક્શનમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. તેમ જ ભારતનો GDP 20 ટકાથી પણ ઉપર ગયો છે. છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. એની સામે સામાન્ય નાગરિકોમાં તો આક્રોશ છે, પણ હવે દેશભરના વેપારીઓનું નેતૃત્વ કરનારી સંસ્થા કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે (CAIT) પણ નારાજગી વ્યક્ત કરી છે તથા તાત્કાલિક ધોરણે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીને ઘટાડવાની માગણી કરી છે.

CAITના મુંબઈ મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે ઑગસ્ટ 2021માં કેન્દ્ર સરકારનું GST કલેક્શન 1.12 લાખ કરોડ રૂપિયા થયું છે. GSTની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. એથી એનો ફાયદો સામાન્ય જનતાને પણ થવો જોઈએ. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં એક્સાઇઝ ડ્યૂટીના વધેલા દરને ઘટાડવા જોઈએ. જ્યારે માર્ચ 2020માં ડીઝલ પર એક્સાઇઝના દર 18.30 અને પેટ્રોલ પર 22.98 પ્રતિ લિટર હતા. એ સમયે GSTની આવકમાં ઘટાડો થતાં એક્સાઇઝ ડ્યૂટી ફેબ્રુઆરી 2021ના વધારીને ડીઝલ પર 31.80 અને પેટ્રોલ પર 32.90 પ્રતિ લિટર કરી નાખવામાં આવી હતી. હવે જયારે GSTની આવક વધી ગઈ છે એવા સમયે સરકારે ફરી એક્સાઇઝ દર ઘટાડી નાખવા જોઈએ.
CAITના તરુણ જૈને કહ્યું હતું કે  ક્રૂડ ઑઇલના ભાવ 70 ડૉલર પ્રતિ બૅરલ ચાલી રહ્યો છે. સરકારની GSTની આવક વધી ગઈ છે. એથી પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ઘટાડે તો મોંઘવારીમાં ઘટાડો થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારની પણ GSTની આવક વધી ગઈ છે.

રિલાયન્સ નો દાવો : jio ને કારણે ગુજરાતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં અઢી ગણો વધારો થયો

ઑગસ્ટમાં ગયા વર્ષની સરખામણીમાં 31 ટકાનો વધારો થઈને 15,175 કરોડ રૂપિયાની આવક મહારાષ્ટ્ર સરકારને થઈ છે. મહારાષ્ટ્ર સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર રહેલા કરવેરાને ઘટાડવા જોઈએ. પેટ્રોલ-ડીઝલ પરના ભાવ ઘટવાની સાથે જ મોંધવારી પણ નિયંત્રણમાં લાવી શકાશે.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version