Site icon

આજે તેલ અને તેલીબિયાં પરનો GST અને TCS, TDSની જોગવાઈ હટશે? વેપારીઓની નજર બજેટ પર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

મંગળવાર. 

દેશના વેપારીઓને મોટો આર્થિક ફટકો આપનાર કોવિડ મહામારી વચ્ચે આજે કેન્દ્રીય બજેટમાં સરકાર શું જાહેરાત કરે છે, તેના પર  મુંબઈ સહિત દેશભરના વેપારીઓની નજર છે. બજેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ને સરળ અને તર્કસંગત બનાવવા અને તેલ અને તેલીબિયાં પરના GSTને દૂર કરવા માટે મહત્વપૂર્ણ પગલાની જાહેરાત કરવામાં આવે એવી વેપારીઓની અપેક્ષા હોવાનું ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ શ્રી શંકર ઠક્કરે  કહ્યું હતું.

મુંબઈગરાઓ સાવચેત રહેજો, શહેરમાં કોરોનાના નવા દર્દીઓ તો ઘટ્યા પણ મૃત્યુઆંકમાં થયો વધારો; આજે આટલા લોકોએ ગુમાવ્યો જીવ 

CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી મિડિયા રિલિઝમાં કહેવા મુજબ તેલ અને તેલીબિયાં પરનો GST હટાવીને તેમ જ  GST કાયદો ફરીથી બનાવવાની માંગ કરવામાં આવી છે. વ્યવસાય પરના તમામ પ્રકારના લાયસન્સની જગ્યાએ એક લાઇસન્સ, એક નિયમનકારી સત્તાની જોગવાઈ સાથે ઈ-કોમર્સ નીતિનો રોલ આઉટ, છૂટક વેપાર માટે એક રાષ્ટ્રીય નીતિ, છૂટક વેપારને સંચાલિત કરતા તમામ પ્રકારના કાયદા અને નિયમોની સમીક્ષા, વેપારીઓ પેન્શન યોજનાનું પુનર્ગઠન અને વેપારીઓને વીમાની જોગવાઈ અને TCS અને TDSની જોગવાઈઓ દૂર કરવાની માગણી પર ધ્યાન આપવામાં આવે છે કે નહીં તેના પર નજર છે. કોવિડ સમયગાળા દરમિયાન દુકાનો સતત બંધ રાખવાથી વેપારીઓને થયેલા નુકસાન માટે વળતરની માંગ કરવામાં આવી છે.

Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Gold and Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ગાબડું! ચાંદી ₹૧,૫૦૦થી વધુ તૂટી, સોનું પણ સસ્તું થયું; રોકાણકારો માટે સોનેરી તક
Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.
Exit mobile version