ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
દેશમાં કોરોના વકરી રહ્યો છે. ચૂંટણી પંચે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરી છે, ત્યારે વેપારી સંસ્થાઓનું નેતૃત્વ કરતી કોન્ફેડરેશન ઑફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ ચૂંટણી પંચને ઈ-વોટિંગ સિસ્ટમના અમલીકરણ માટે હાકલ કરી છે.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી મિડિયા રિઝિઝમાં કહેવામાં આવ્યું હતું કે લોકોનો કોરોના રોગચાળા સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક થાય નહીં અને ચૂંટણી થાય એવી પ્રક્રિયા અમલમાં મૂકવી જરૂરી છે. ચૂંટણી પંચ દ્વારા કોરોનાના ફેલાવાને રોકવા માટે લેવામાં આવેલા તમામ ઉપાયો છતાં મતદાનનો દિવસ મતદાન કરવા માટે કતારમાં ઉભા રહેલા મતદારો માટે ઘાતક સાબિત થઈ શકે છે.
CAIT ના મહાનગર પ્રમુખ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યુ હતું કે કોરોનાનો માથે મંડરાઈ રહ્યો છે. તેથી મોટી સંખ્યામાં લોકોને ઘરે બેઠા મતદાન કરવાની તક પૂરી પાડી શકાય છે.
CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બી સી ભરતિયા અને CAIT ના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે રવિવારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુશીલ ચંદ્રાને લખ્યો હતો, જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચૂંટણી કરવાની વિનંતી કરવામાં આવી હતી. મોબાઈલ એપનો ઉપયોગ કરીને અને ઉમેદવારોને ઓનલાઈન સિસ્ટમ દ્વારા ઉમેદવારી પત્ર ભરવાની સ્વતંત્રતા પૂરી પાડીને ભારતમાં મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ કરાવવાની વિનંતી પણ આ પત્રમાં કરવામાં આવી હતી.
CAT દ્વારા ઈલેકશન કમિશનને "ઈ-વોટિંગ" સિસ્ટમ દાખલ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું., જેના દ્વારા મતદારો ઇન્ટરનેટની ઍક્સેસ ધરાવતા કોઈપણ ઉપકરણ સાથે વિશ્વમાં ગમે ત્યાંથી તેમનો મત આપી શકે. ઓનલાઈન વોટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ઉચ્ચ સુરક્ષા ધોરણો હેઠળ મતપત્રની ગોપનીયતા જાળવી શકાય છે. મતદાન અનામી રહે છે કારણ કે ટેક્નોલોજી સિસ્ટમનું આર્કિટેક્ચર ઈલેક્ટ્રોનિક બેલેટથી વ્યક્તિગત ડેટાને સખત રીતે અલગ કરી શકે છે. ઇ-વોટિંગ સિસ્ટમ,જો અમલમાં મૂકવામાં આવે તો, મતદાન સમયે ભૌતિક લાઇનોને કારણે કોવિડ સંક્રમણને કાબૂમાં લેવા માટે એક ઉપયોગી અને શક્તિશાળી સાધન સાબિત થશે