News Continuous Bureau | Mumbai
CAIT: કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) એ પરિપત્રમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( Narendra Modi ) મહિલા સશક્તિકરણ ( Women empowerment ) અને મહિલા સ્વનિર્ભરતામાંથી પ્રેરણા લઈને દેશનું સૌથી મોટું વેપારી સંગઠન ( trade association ) કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ. ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) અને ઉત્તર પ્રદેશ વ્યાપાર મંડળ ના સંયુક્ત નેજા હેઠળ, ઝાંસીમાં પ્રથમ વખત, દીનદયાળ ઓડિટોરિયમ માં ઉદ્યોગી તેમજ વ્યવસાયિક મહિલાઓ ( Business Women ) ના રાષ્ટ્રીય અધિવેશન ( National Convention ) નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૭ અને ૧૮ ડિસેમ્બરે યોજાનારા આ રાષ્ટ્રીય અધિવેશનમાં વિશે જાણકારી આપતા કેટ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઉત્તર પ્રદેશ વ્યાપાર મંડળ ના રાજ્ય પ્રમુખ સંજય પટવારીએ જણાવ્યું હતું કે, આ અધિવેશનની સાથે મહિલાઓને ભામાશાહ એવોર્ડ, મહિલા ઉત્પાદનોનું પ્રદર્શન અને પ્રોડક્ટ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનમાં દેશભરમાંથી ૩૦૦થી વધુ મહિલાઓ ભાગ લેશે. આમાં બુદેલખંડ ક્ષેત્રની વ્યવસાયિક મહિલાઓની સંખ્યા પણ લગભગ ૫૦૦ હશે.
પરિપત્રમાં આગળ જણાવ્યું કે, બે દિવસીય અધિવેશન માં દેશના વિવિધ નિષ્ણાતો દ્વારા મહિલાઓની આત્મનિર્ભરતા, મહિલાઓના વ્યવસાયને વધારવાના માર્ગો, મહિલાઓ માટે રોજગારીની વિવિધ તકો વધારવાની રીતો, વગેરે વિષયો પર વિવિધ ક્ષેત્રોમાં ટેકનિકલ સેમિનારમાં પ્રવચનો આપવામાં આવશે. તેમજ સોશિયલ મીડિયા દ્વારા બિઝનેસ વૃદ્વિ બાબત નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, બુંદેલખંડના ટીવી કલાકારો દ્વારા ૧૭મી ડિસેમ્બરની સાંજે બહારથી આવતા મહેમાનો માટે દીનદયાળ ઓડિટોરિયમ માં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં લગ્નની ખુશીઓ માતમાં ફેરવાઈ.. થયો ભયાનક માર્ગ અકસ્માત.. આટલાનાં મોત.. જાણો વિગતે..
પરિપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રમાંથી ૧૦૦ જેટલી વ્યવસાયક મહિલા અને રાજ્યના ૧૫ થી વધુ વરિષ્ઠ વ્યાપારી અગ્રણીઓ ઉપ સ્થિત રહેશે. નિશ્ચિતપણે મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોની સરખામણી માં સૌથી મોટું દળ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.