ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 1 નવેમ્બર, 2021.
સોમવાર.
દેશભરમાં વેપારીઓ સંસ્થાનું નેતૃત્વ કરતી કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) ચીની માલનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. આ અપીલને દેશભરના નાગરિકોએ પણ કાને ધરી હતી જેને પગલે દીવાળીની સીઝનમાં ચીનને લગભગ 50,000 કરોડ રૂપિયાનું નુકસાન થાય એવી શકયતા છે.
કોરોના મહામારી માંથી દેશ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે અને આર્થિક ગાડી ધીમે ધીમે પાટે ચઢી રહી છે. દીવાળીમાં લોકો વધુ ખરીદી માટે બહાર નીકળી રહ્યા છે. બજારોમાં ભીડ ઉમટી રહી છે. સ્થાનિક વેપારીઓની ત્યાં પણ ગ્રાહકોની ભીડ જણાઈ રહી છે. સ્થાનિક વેપારીઓને દીવાળીમાં વધુને વધુ ફાયદો થવો જોઈએ એ હેતુએ CAIT ચીની માલની બહિષ્કારની અપીલ દેશભરના નાગરિકોને કરી હતી. તેનો ફાયદો જણાઈ રહ્યો છે. દીવાળીમા બજારોમાં ઠેર ઠેર ગરદી જણાઈ રહી છે. દોઢેક વર્ષ સુધી લોકોએ ખરીદી કરી નથી. પરિસ્થિતિ સામાન્ય થતા લોકો પણ દીવાળીમાં ચીક્કાર ખરીદી કરી રહ્યા હોવાનું CAITના પદાધિકારીએ જણાવ્યું હતું.
હવે વધુ એક અભિનેત્રી આવી કોરોનાની ઝપેટમાં, થઇ હોમ ક્વોરેન્ટાઈન, લોકોને કરી આ ખાસ અપીલ
CAITના પદાધિકારીઓના દાવા મુજબ ગયા વર્ષની માફક આ વર્ષે પણ CAIT ચીની માલનો બહિષ્કાર કરવાની અપીલ આયાતકારોને પણ આપી હતી. તેઓ પણ આ વિનંતીને માન્ય રાખતા આયાતમા મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. હિંદુઓના સૌથી મોટા તહેવાર કહેવાતા દીવાળીમાં આયાત ઓછી થવાથી ચીનને 50,000 કરોડ રૂપિયાથી પણ વધુ નુકસાન થયું છે.
CAIT રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટીએ કરેલા સર્વેક્ષણમાં જણાઈ આવ્યું હતું કે આ વર્ષે ભારતીય વેપારીઓ અને આયાતકારોએ દીવાળીની વસ્તુઓ, ફટાકડા તથા અન્ય ઉત્પાદનોનો ઓર્ડર ચીનને આપ્યો નથી. સામાન્ય રીતે રક્ષાબંધનથી દીવાળીમાં નવા વર્ષ સુધીમાં ભારતીય વેપારીઓ ચીનથી લગભગ 70,000 કરોડ રૂપિયાનો માલ આયાત કરતા હોય છે.