News Continuous Bureau | Mumbai
CAIT: કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના મહારાષ્ટ્ર પ્રદેશના મહામંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે કેટ એ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા(Health minister Mansukh Mandaviya)ને ઈ-કોમર્સ સાઇટ્સ દ્વારા દવાઓના વેચાણ અંગે પત્ર લખ્યો છે. જેમાં કેટ એ રક્ષા મંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh)ની અધ્યક્ષતામાં ગઠિત મંત્રીઓના જૂથની ભલામણોને લાગુ કરવા વિનંતી કરી છે. આ ભલામણો 2 વર્ષથી વધુ સમય પહેલા આપવામાં આવી હતી.
કેટ(CAIT) ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ માંગ કરેલ છે કે આ ભલામણને સાર્વજનિક કરવામાં આવે. કેટ માને છે કે જીઓએમએ દવાઓના ઓનલાઇન વેચાણ(Online sale of Medicine) પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે.
કેટ ના દિલ્હી રાજ્ય પ્રમુખ વિપિન આહુજાએ જણાવ્યું હતું કે દેશભરના કેમિસ્ટ ટ્રેડર્સ ઓનલાઈન ફાર્મસી કંપનીઓથી પરેશાન છે. તેમનો દાવો છે કે આ કંપનીઓ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટની કાયમી જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Geeta Jain Birthday : પોતાના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય ગીતા જૈને મ્યુનિસિપલ ટોયલેટ સાફ કર્યું, આખા મતવિસ્તારમાં તમામ સાર્વજનિક શૌચાલયને સ્વચ્છ રાખવાનો નિર્ધાર કર્યો.
દિલ્હી ડ્રગ ડીલર્સ એસોસિયેશનના મહામંત્રી આશિષ ગ્રોવરે જણાવ્યું હતું કે ઉપભોક્તા આરોગ્ય અને સલામતી પર સીધી અસર પડે તેવા વિસ્તારમાં, લાઇસન્સ વિનાના ઓનલાઈન ઓપરેટરો બેજવાબદારીથી ધંધો ચલાવી રહ્યા છે.
કેટ ના મહારાષ્ટ્ર રાજ્યના વરિષ્ઠ પ્રમુખ મહેશ બખાઈએ જણાવ્યું હતું કે ઈ-કોમર્સ દવાના વેચાણમાં નકલી દવાઓનો ધંધો ફૂલીફાલી રહ્યો છે. આ દર્દીઓના આરોગ્ય સાથે રમત રમી રહ્યું છે. જેમાં નકલી લોકો દ્વારા દવાઓનું વેચાણ થતું હોવાની શક્યતા નકારી શકાતી નથી. પ્રમાણિકતાથી કામ કરતા વેપારીઓનો ધંધો પડી ભાંગી રહ્યો છે.
શંકર ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે જે ઈ-ફાર્મસી કંપની(E-Pharmacy company)ઓ ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટનું પાલન કરતી નથી તેમની સામે પગલાં લેવા જોઈએ. કાયદાનું પાલન કર્યા વિના દવાઓનું વેચાણ યોગ્ય ઠેરવી શકાય નહીં કાયદામાં સ્પષ્ટ છે કે કોઈપણ દવાના વેચાણ, સંગ્રહ, વિતરણ કે પ્રદર્શન માટે લાયસન્સ ફરજિયાત છે. તેના વિના કોઈપણ પ્રવૃત્તિ અમાન્ય છે. ઘણી કંપનીઓ વિદેશીઓ દ્વારા નિયંત્રિત છે. તેઓ લાઇસન્સ મેળવી શકતા નથી. જો વિદેશી કંપનીઓને લાઇસન્સ આપવામાં આવે છે, તો તે મલ્ટી-બ્રાન્ડ રિટેલ અથવા ઇન્વેન્ટરી-આધારિત ઇ-કોમર્સમાં હાલની એફ ડીઆઇ નીતિનું ઉલ્લંઘન હશે.