News Continuous Bureau | Mumbai
દેશમાં GST કાઉન્સિલ(GST Council) દ્વારા વિવિધ ખાદ્યપદાર્થો(Food Items) પર લાદવામાં આવેલા 5 ટકા GST સામે દેશભરમાં સામાન્ય નાગરિકોની સાથે જ વેપાર વર્ગ ભારે નારાજ થયો છે. દેશભરની વેપારી સંસ્થાઓનું(Commercial organizations) નેતૃત્વ કરતી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા GST પાછો ખેંચવાની માગણી કરવામાં આવી છે. જો ખાદ્ય પદાર્થ પરનો GST પાછો નહીં ખેંચ્યો તો આંદોલન કરવાની તૈયાર પણ હવે વેપારી વર્ગે કરી લીધી હોવાનું કહેવાય છે.
રાષ્ટ્રીય સંગઠન(National organization) CAIT ની તાજેતરમાં થયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ શુક્રવાર, 8મી જુલાઈના દેશભરના વેપારીઓ પોતપોતાના જિલ્લામાં પોતાના જિલ્લા અધિકારીઓને(District Officers) મેમોરેન્ડમ સબમિટ(Memorandum submit) કરીને ખાદ્ય પદાર્થ પરનો GST પાછો ખેંચવાની માંગણી કરશે.
આ સમાચાર પણ વાંચો : લાંચ કેસમાં સીબીઆઈની મોટી કાર્યવાહી- પાવર ગ્રીડ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સહિત ટાટા પાવરના આટલા વરિષ્ઠ અધિકારીઓની કરી ધરપકડ
CAIT ના પદાધિકારીઓના કહેવા મુજબ સરકારે 18 જુલાઇથી ખાદ્ય પદાર્થ પર લાગું કરવામાં આવનારા GSTને લઈને કોઈ નિર્ણય નહીં લીધો તો વેપારીઓએ પોતાની આજીવિકા બચાવવા માટે તમામ પ્રકારના આંદોલન માટે તૈયાર રહેશે.
અત્યાર સુધી માત્ર બ્રાન્ડેડ લોટ(Branded flour), કઠોળ(Grains), ચોખા(Rice) પર જ GST લાગુ પડતો હતો. આ કાયદો લાગુ થયા બાદ ઘઉં, ગોળ, માછલી જેવી તમામ બિન બ્રાન્ડેડ(non-branded) ખાદ્ય સામગ્રી, મધ, લોટ, દૂધ, દહીં, પનીર, કઠોળ, નમકીન, બિસ્કીટ પર પણ GST લાગુ થશે, જેનાથી નાના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થશે, આ GST ટેક્સ(GST Tax) કોઈપણ સંજોગોમાં પરત ખેંચાવો જોઈએ. સામાન્ય વસ્તુઓ પર GST વસૂલવો જોઈએ નહીં.