News Continuous Bureau | Mumbai
સંકલિત આંતર માળખાકીય પોર્ટફોલિઓ કંપનીઓ ધરાવતા ઝડપથી વિકાસ કરી રહેલા ભારતના સૌથી મોટા અદાણી ઔદ્યોગિક સમૂહે તેનો નવો મલ્ટી મિડીઆ, મલ્ટી પ્લેટફોર્મ ‘હમ કરકે દીખાતે હે’ જાહેરાત ઝૂંબેશ ખુલ્લી મુકી છે.
ઓજીલ્વી ઇન્ડીઆ દ્ભારા વિકસાવવામાં આવેલ ‘હમ મુશ્કલો કી નહી સુનતે, કરકે દીખાતે હે’ ઝૂંબેશ અદાણી સમૂહના કઠોર પરિશ્રમની કોઠાસુઝના સથવારે અવરોધોને ઓળંગીને ભારત અને દરિયાપારના. દેશોમાં વિશ્વકક્ષાના આંતર માળખાનું નિર્માણ કરવાના સ્થિતિસ્થાપક અભિગમનો મજબૂત પુરાવો છે.
૧૦૦ સેકન્ડની એક ટેલિવિઝન કોમર્શિયલ દેશભરના દર્શકોને અદાણી ઉદ્યોગ સમૂહની વિકાસયાત્રાનું સચિત્ર દર્શન કરાવે છે. અદાણી સમૂહની ભારત રાષ્ટ્રને સમર્પિત સેવાના તેના ૩૫ વર્ષની ઉજાણી કરી રહ્યું છે તેના ભાગરુપે અદાણી સમૂહ ભારતભરમાં પ્રિન્ટ, પ્રસારણ અને સોશ્યલ મિડીઆ પ્લેટફોર્મ ઉપર આગામી થોડા સમયમાં આ ઝૂંબેશ મારફત પહોંચશે.
આ સમાચાર પણ વાંચો: 9 years of Modi govt: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન – મોદી સરકારે આ વર્ગના લોકોને વિકાસના પ્રવાહમાં લાવ્યા
અદાણી એન્ટરપ્રાઈઝીસના ડાયરેક્ટર પ્રણવ અદાણીએ અદાણી સમૂહના પડકારોને તકોમાં પરિવર્તિત કરવાના અજેય મિજાજ અને સખ્ત પરિશ્રમના અભિગમને હુબહુ આ ટુંકી રિલમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લાખો ભારતીય લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું ચાલક બળ બનવાના મક્કમ નિર્ધાર સાથે ફર્સ્ટ જનરેશન ઉદ્યોગ સાહસિક અદાણી સમૂહનો આ જોમ અને જુસ્સો આમારા સંસ્કારની આધારશિલા છે.
અદાણી સમૂહ સ્વતંત્ર રીતે સંચાલિત બજારનું નેત્રૃત્વ કરતા વૈવિધ્યસભર વર્લ્ડ કલાસ પોર્ટફોલિઓ ધરાવે છે. જેણે એનર્જી અને યુટીલિટીઝ, ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટિક્સ, મટિરીયલ્સ,મેટલ્સ અને માઇનિંગ અને ડાયરેક્ટ ટુ કસ્ટમર ક્ષેત્રના વ્યવસાયોમાં ક્રાંતિકારી આયામો અપનાવીને આમૂલ પરિવર્તન લાવવા સતત પ્રયત્નશીલ રહ્યું છે.
ગ્લોબલ ક્રિએટીવના ચેરમેન અને ઇંડીઆ ઓજીલ્વીના કાર્યકારી ચેરમેન પિયુષ પાન્ડેએ આ વેળા કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રીય વિકાસના પ્રોજેક્ટ્સમાં રોકાણ માટે પ્રતિબધ્ધતા અને માન્યતા જરુરી છે. અદાણીનો આ નવો કોર્પોરેટ કેમ્પેઇન અને આ જૂસ્સો છે.
આ સમાચાર પણ વાંચો: 1 જૂનથી બગડી જશે તમારું બજેટ, આ 3 મોટા ફેરફાર માટે રહો તૈયાર