News Continuous Bureau | Mumbai
Cash Circulation: દેશમાં રોકડનો ઉપયોગ ઘટાડવાના વિવિધ પગલાં અને UPI જેવા વૈકલ્પિક ડિજિટલ માધ્યમો વેગ પકડવા છતાં, ભારતમાં રોકડ રકમનો ઉપયોગ ઘટી રહ્યો નથી. એક તાજેતરના અહેવાલના આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2016-17 થી નાણાકીય વર્ષ 2023-24 સુધી, ભારતમાં રોકડનની ઉપયોગિતા લગભગ 165 ટકા વધી છે. આ દર્શાવે છે કે ભારતીયો હજુ પણ મોટી માત્રામાં રોકડનો ઉપયોગ કરી રહ્યા છે.
એચએસબીસી પીએમઆઈ અને સીએમએસ કેશ ઈન્ડેક્સ ( CMS Cash Index ) અનુસાર, જ્યારે નાણાકીય વર્ષ 2016-17માં ભારતમાં 13.35 લાખ કરોડ રૂપિયાની રોકડ ચલણમાં ( cash currency ) ઉપયોગીતા હતી. ત્યારે તે માર્ચ 2024ના અંત સુધીમાં કેસ સર્કુલેશન અને રોકડની ઉપયોગીતા વધીને હવે રૂ 35.15 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. તેથી નાણાકીય વર્ષ 2023-24ના આંકડા મુજબ આ છેલ્લા 7 નાણાકીય વર્ષોમાં રોકડ પરિભ્રમણમાં 163.29 ટકાનો વધારો છે. મતલબ કે આ વર્ષોમાં રોકડનો ઉપયોગ અઢી ગણો વધી ગયો છે.
Cash Circulation: રોકડ ઉપયોગીતા ઘટાડવા માટે ઘણા પગલાઓ સરકાર દ્વારા લેવામાં આવ્યા..
આ એવી સ્થિતિ છે જ્યારે આ વર્ષો દરમિયાન રોકડનો ઉપયોગ ઘટાડવા અને ડિજિટલ બેન્કિંગને ( digital banking ) પ્રોત્સાહન આપવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. સૌ પ્રથમ, નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન નવેમ્બર 2016માં ડિમોનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. ડિમોનેટાઇઝેશન હેઠળ, તે સમયે ચલણમાં રહેલી બે સૌથી મોટી નોટો, રૂ. 500 અને રૂ. 1000ને બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં 2000 રૂપિયાની નવી નોટો રજૂ કરવામાં આવી હતી, જે ગયા વર્ષે જ બંધ કરવામાં આવી હતી. આ રીતે અત્યારે ચલણમાં સૌથી મોટી નોટ 500 રૂપિયાની છે.
આ સમાચાર પણ વાંચો : Reliance Industries: રિયાલન્સ રિટેલ હવે સસ્તા ઈલેક્ટ્રોનિક વેચીને, ફરી Jio Phone પ્લાનની જેમ માર્કેટમાં ધૂમ મચાવવા તૈયાર.
લગભગ એક વર્ષ પહેલા મે 2023માં સેન્ટ્રલ બેંકે 2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જે સમયે RBI એ રૂ. 2000ની નોટને બંધ કરવાનો નિર્ણય લીધો હતો, તે સમયે ચલણમાં રૂ. 2000ની નોટોનો જથ્થો રૂ. 3.5 લાખ કરોડથી વધુ હતો. આરબીઆઈના ડેટા અનુસાર, ચલણમાં રહેલી રૂ. 3.56 લાખ કરોડ રૂ. 2000ની નોટોમાંથી માત્ર 97.83 ટકા નોટો જ બેન્કોમાં પાછી આવી છે.
UPI વિશે વાત કરીએ તો, તેની શરૂઆત પણ નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન કરવામાં આવી હતી. કોવિડ રોગચાળા દરમિયાન યુપીઆઈના ઉપયોગમાં જબરદસ્ત વધારો થયો હતો. જો કે, ફેબ્રુઆરી 2024ના ડેટા અનુસાર, યુપીઆઈ વ્યવહારોનું પ્રમાણ હવે વધીને 18.07 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.