Site icon News Continuous Bureau | Mumbai

Castor Seed Sowing Drop – ગુજરાતમાં એરંડાનાં વાવેતર ઘટતા ભાવમાં તેજીની આગેકૂચ

Castor Seed Sowing Drop - સિંચાઈની સુવિધાઓ વધતા ખેડૂતો દ્વારા અન્ય પાકોને પ્રાથમિકતા અપાઈ, NCDEX વાયદામાં ભાવ વધીને પ્રતિ ક્વિન્ટલ રૂ. ૭૧૬૪ પર પહોંચ્યા

Castor Seed Sowing Drop - Castor Seed Sowing Drops Significantly in Gujarat, Driving Continuous Price Surge in Futures Market

Castor Seed Sowing Drop - Castor Seed Sowing Drops Significantly in Gujarat, Driving Continuous Price Surge in Futures Market

News Continuous Bureau | Mumbai

Castor Seed Sowing Drop – દરિદ્ર માણસ જીવનમાં એકમાત્ર આશા સાથે જીવતો હોય છે કે જેનું કોઇ ન હોય તેનો ભગવાન હોય છે. જ્યારે વરસાદી ખેતી ઉપર નિર્ભર હોય તેવો રાજસ્થાન અને ગુજરાતનો ખેડૂત એક માત્ર આશા સાથે જીવતો હોય છે કે જો દુષ્કાળ પડે અને કાંઇ વાવેતર ન કરી શકાય તો એરંડા તો પાકશે જ. જો કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં નર્મદાની નહેરની સિંચાઇ ઉપલબ્ધ થતાં ચિત્ર બદલાયું છે. જેના કારણે ખેડૂતો એરંડાને છેલ્લા વિકલ્પ તરીકે વાવે છે. આ વખતે પણ સૌરાષ્ટ્રમાં જ્યાં વરસાદનો એક રાઉન્ડ થઇ ગયો ત્યાં અન્ય પાકોનું વાવેતર થઇ ગયું છે તેથી હજુ સુધી ગુજરાતમાં માંડ ૧.૨૨ લાખ હેક્ટરમાં એરંડાનું વાવેતર થયું છે. જે ગત વર્ષે ઓગસ્ટનાં બીજા સપ્તાહના અંત સુધીમાં ૨.૩૩ લાખ હેક્ટરમાં નોંધાયુ હતું. દેશમાં કુલ વાવેતરમાં હજુ ગત વર્ષની તુલનાએ ૩૫ ટકાનો ઘટાડો છે.

Join Our WhatsApp Channel

Castor Seed Sowing Drop – ગુજરાતમાં એરંડાનું ઘટતું વાવેતર અને બજાર પર અસર

એકતરફ વાવેતર ઘટ્યું છે સામાપક્ષે એપ્રિલ-૨૦૨૬ અને મે-૨૦૨૬ માં કેસ્ટર ઓઇલની નિકાસ અનુક્રમે ૯૦૦૦૦ ટન અને ૯૧૦૦૦ ટન થઇ છે જે છેલ્લા પાંચ વર્ષની સૌથી વધારે માસિક નિકાસ માનવામાં આવે છે. સાથે જ સ્ટોક ઘટવાની અટકળો વચ્ચે નિકાસકારો, સ્ટોકિસ્ટો અને વેપારીઓ સૌની માનસિકતા બદલાઇ હતી. એમાં વળી એ સમયે અલ નિનોના અહેવાલ આવતા સૌને લાંબા સમયની તેજી થવાની આશા જાગી હતી. પરિણામે હાજર અને વાયદા બજારોમાં એરંડાનાં ભાવમાં એકધારી તેજી જોવા મળી હતી. એનસીડેક્સનાં વાયદામાં ૨૮ મી જુલાઇએ એરંડાનાં ક્વિન્ટલ દિઠ ભાવ ૬૯૧૨ રુપિયા હતા જે ૧૨ મી ઓગસ્ટે વધીને ૭૧૬૪ રૂપિયા થઇ ગયા હતા. ભાવ વધવાની સાથે સ્ટોકિસ્ટોનું મુડીરોકાણ પણ વધ્યું છે. તેથી જ એનસીડેક્સનાં એરંડાનાં વાયદામાં ૨૮ મી જુલાઇએ ૩૬૯૭૫ ટનના ઓપન ઇન્ટરેસ્ટ હતા જ્યારે ૧૨ મી ઓગસ્ટે વધીને ઓપન ઇન્ટરેસ્ટ ૩૯૮૩૦ ટનનાં થયા હતા. વાયદામાં હાલમાં સરેરાશ દૈનિક ૬૫ કરોડ રુપિયાનાં કારોબાર થાય છે.

Castor Seed Sowing Drop – એરંડાની આવક અને સ્ટોકની સ્થિતિ

ઇતિહાસ બોલે છે કે સામાન્ય રીતે નવા એરંડાની આવકો શરૂ થાય ત્યારે એટલે કે માર્ચ થી જુલાઇ મહિના સુધી આવકો થતી હોય છે. જો કે આ વખતે ફેબ્રુઆરી થી જુન મહિના સુધીમાં અનુક્રમે ૮૭૬૦૦ ટન, ૧૦૭૮૮૦ ટન, ૩૦૪૧૦૦ ટન ૨૧૦૦૦૦ અને ૧૦૬૨૦૦ ટન એરંડાની આવકો થઇ ગઇ છે. આ દરેક મહિનાની આવક છેલ્લા પાંચ વર્ષની જે તે મહિનાની આવકો કરતા વધારે છે. બજારના વર્તુળો માને છે કે હવે લોકો પાસે સ્ટોક બહુ ઓછો છે.

ભારત ( INDIA )માં ગુજરાત ( Gujarat ) ઉપરાંત રાજસ્થાનમાં હજુ સુધીમાં ૭૧૦૦૦ હેક્ટરમાં અને તેલંગણા તથા આંધ્રપ્રદેશ નું મળીને ૪૦૦૦ હેક્ટરમાં એરંડાનું વાવેતર થયું છે. જે ગત વર્ષના વાવેતર કરતા વધારે છે. પરંતુ આ રાજ્યોનો વાવેતરનો કુલ આંકડો ઓછો હોવાથી ઉત્પાદનમાં આંધ્ર અને તેલંગણા બહુ અસર કરી શકતા નથી. હવે ગુજરાતનાં બાકીના વિસ્તારોમાં ખરિફ વાવેતરનો સમય પુરો થવામાં છે. તેથી બાકી રહી ગયેલા ખેડૂતો મોડેથી પણ એરંડાનું વાવેતર કરી શકશે. જો કે આ વાવેતરનો પાક એપ્રિલ કે મે મહિનામાં આવશે.

Castor Seed Sowing Drop – માંગ અને પુરવઠાનું સમીકરણ (૨૦૨૬)

દેશમાં એરંડાની માગ અને પુરવઠાનું કોષ્ટક જોઇએ તો ૨૦૨૬ માં જુનો સ્ટોક ૯૦૦૦૦ ટનનો રહેવાની અને નવો પાક ૧૯ લાખ ટનનો રહેવાનો અંદાજ મુકાયો છે. આમ કુલ પુરવઠો ૧૯,૯૦,૦૦૦ ટનનો રહેવાની ધારણા મુકાઇ છે. સામા પક્ષે ૧૮.૫૫ લાખ ટન પિલાણ  માટે અને આશરે ૫૦૦૦૦ ટન સ્થાનિક વપરાશમાં જવાની સંભાવના છે. આમ કુલ માંગ ૧૯.૦૫ લાખ ટનની રહેશે. જ્યારે સિઝનનાં અંતે સ્ટોક ૮૫૦૦૦ ટનનો રહેવાની ધારણા છે. જે છેલ્લા પાંચ વર્ષનો સૌથી ઓછો સ્ટોક બની શકે છે. આગામી દિવસોમાં સ્ટોકની ખેંચના કારણે વાયદા અને હાજરના ભાવ વચ્ચે બદલા વધે અથવા તો બે વાયદા વચ્ચે ભાવનો મોટો ફરક પણ જોવા મળી શકે છે.

-D.K.

👉 આ સમાચાર વાચો:
Goa Cyber Fraud Racket Busted ગોવાથી ચાલતા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ મુંબઈ પોલીસે ૧૨ યુવાનોની કરી ધરપકડ, ૫૦૦ કરોડનું કૌભાંડ હોવાની શંકા

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version