ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ઇન્કમ ટૅક્સ વિભાગે કરદાતાઓને ૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં ૭૦,૧૨૦ કરોડ રૂપિયાથી વધુ ઇન્કમ ટૅક્સ રિફંડ કર્યું છે, જેની જાણકારી વિભાગે ટ્વિટર ઉપર આપી છે, જેમાં ૨૪.૭૦ લાખથી વધુ કેસમાં ૧૬,૭૫૩ કરોડ રૂપિયાના વ્યક્તિગત ઇન્કમ ટૅક્સ રિફંડ અને ૧.૩૮ લાખ જેટલા કેસમાં ૫૩,૩૬૭ કરોડ રૂપિયાના કૉર્પોરેટ ટૅક્સ રિફંડનો સમાવેશ થાય છે.
આયકર વિભાગે પહેલી એપ્રિલ ૨૦૨૧થી ૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ દરમિયાન ૨૬.૦૯ લાખથી વધુ કરદાતાઓનો ૭૦,૧૨૦ કરોડ રૂપિયાથી વધુ ટૅક્સ પાછો આપ્યો છે. આર્થિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે સીબીડીટીએ કરદાતાઓને રાહત આપતાં ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારીને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ કરી છે.
અગર ૬ સપ્ટેમ્બર સુધીમાં કોઈને ટૅક્સ રિફંડ થયો ન હોય તો નીચે મુજબનાં કારણો હોઈ શકે છે.
૧ બૅન્કની વિગતો ભરવામાં ભૂલ થવાથી
૨ બૅન્ક ઍકાઉન્ટ પ્રિવેલિડેટિંગ ન હોય ત્યારે
૩ આઇટીઆર વેરિફાઇડ ન હોય તેથી ઇન્કમ ટૅક્સ રિફંડ થયું છે કે નહીં એ કેવી રીતે તપાસવું?
કમાલ છે!!! કર્ણાટકમાં ૬.૫ લાખ રૂપિયામાં વેચાયું એક નારિયળ. પણ કેમ? જાણો અહીં.
– કરદાતાઓ www.incometaxindia.gov.in કે www.tin-nsdl.com વેબસાઇટ ઉપર જઈને તપાસી શકે છે.
– આમાંથી કોઈ પણ વેબસાઇટ પર લોગ ઇન કરીને status of Tax Refunds પર ક્લિક કરવું.
– પેન નંબર અને એસેસમેન્ટ વર્ષ નાખવું, જે વર્ષ માટે રિફંડ બાકી હોય.
– અગર વિભાગે રિફંડની પ્રક્રિયા કરી છે તો તમને એક મેસેજ મળશે મોડ ઑફ પેમેન્ટ, રેફરન્સ નંબર, સ્ટેટસ અને રિફંડની તારીખ.
– રિફંડની પ્રક્રિયા નહીં થઈ હોય તો આ મૅસેજ નહીં મળે.
બાંદરા-વરલી સીલિંકના કૉન્ટ્રૅક્ટરનું આવી બન્યું, હવે શાસન મોટો દંડ ફટકારશે; જાણો વિગત