ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
સીબીઆઈએ થોડા વર્ષો પૂર્વે NSEમાં થયેલી ગરબડ મામલે આનંદ સુબ્રમણ્યમની ચેન્નાઈથી ધરપકડ કરી છે.
સીબીઆઈના અધિકારીઓએ શુક્રવારે સવારે આ અંગેની જાણકારી આપી છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે આ ધરપકડ એનએસઈ કો-લોકેશન સ્કેમને લઈને કરવામાં આવી છે.
થોડા વર્ષો પહેલા એનએસઈમાં જે ગોલમાલ થઈ તે મામલે આ અત્યાર સુધીની સૌ પ્રથમ ધરપકડ છે.
તેને સીબીઆઈના દિલ્હી સ્થિત મુખ્યાલય લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે અને ત્યાર બાદ તેને કસ્ટડી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદે મહારાષ્ટ્ર સરકાર, અહીં શરૂ કર્યો કંટ્રોલ રૂમ
