News Continuous Bureau | Mumbai
આજથી અનબ્રાન્ડેડ ખાદ્ય પદાર્થ (Unbranded food item) પર 5 ટકા GST અમલમાં આવી ગયો છે. તેથી આજથી દેશભરમાં ઘણી વસ્તુઓ મોંઘી થશે ત્યારે નાણા મંત્રાલય(Finance Ministry) દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે GST ફક્ત 25 કિલો સુધીના પેકિંગ(Packing) અનાજ પર જ લાગુ થશે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મેટ્રોપોલિટન મુંબઈ પ્રાંતના પ્રમુખ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના(All India Edible Oil Traders Federation) રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે CAITના કેન્દ્રીય નાણાં મંત્રાલયે ગઈકાલે અનબ્રાન્ડેડ ખાદ્યપદાર્થો અને અન્ય ઉત્પાદનો પર GST લાદવા અંગે સ્પષ્ટતા જારી કરી હતી, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ટેક્સ ફક્ત 25 કિલો સુધીના પેકિંગ પર જ લાગુ થશે. 25 કિલોથી વધુના પેકિંગ પર કોઈ ટેક્સ લાગશે નહીં. આ સ્પષ્ટતા સાથે જથ્થાબંધ વેપારીઓ GSTના દાયરામાંથી બહાર થઈ જશે જે મોટી રાહત હશે. તે જ સમયે, જે લોકો આ ટેક્સના દાયરામાં આવે છે, તેમને ચૂકવેલા ટેક્સની ઇનપુટ ક્રેડિટ(Input credit) મળશે, જ્યારે છૂટક માલ આપવા પર કોઈ ટેક્સ લાગશે નહીં.
CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા(BC Bhartiya) અને રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આજથી કેટલીક વસ્તુઓ પર 5 ટકા કે તેથી વધુ ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે, જેના કારણે અનેક વસ્તુઓ મોંઘી થવાની સંભાવના છે, જેનો બોજ સીધો સામાન્ય માણસ પર પડશે.
આ સમાચાર પણ વાંચો : GST કાઉન્સિલના તધલગી નિર્ણય સામે CAIT નું રાષ્ટ્રીય આંદોલન-ભોપાલમાં આ તારીખથી શરૂ કરશે રાષ્ટ્રીય ચળવળ-જાણો વિગત
આજથી પેક્ડ દહીં, લસ્સી, બટર મિલ્ક સહિત તમામ પ્રકારના સૂકા અને પ્રવાહી ખાદ્યપદાર્થો મોંઘા થશે કારણ કે આ વસ્તુઓ પર હવે 5% GST લાગશે જે અગાઉ ન હતો. ચેકબુક જારી કરવા પર બેંકો દ્વારા લેવામાં આવતી ફી પર હવે 18% GST લાગશે. હોસ્પિટલોમાં રૂ. 5000 (નોન આઈસીયુ)થી વધુ ભાડે આપેલા રૂમ પર 5% GST વસૂલવામાં આવશે. હોટલોમાં રોજના રૂ. 1000થી ઓછા ભાડે આપેલા રૂમ પર 12% GST લાગશે, જે અત્યાર સુધી ન હતો. LED લાઇટ, LED લેમ્પ પર 18% GST લાગશે જે અગાઉ લાગુ નહોતું. બ્લેડ, કાતર, કાગળ, પેન્સિલ શાર્પનર, ચમચી, ફોર્ક્ડ સ્પૂન, સ્કિમર અને કેક સર્વર વગેરે જેવી વસ્તુઓ પર 12% GST લાગતો હતો, હવે 18% GST લાગશે.
બીજી તરફ, CAIT એ GSTમાં ધરમૂળથી ફેરફાર કરવા માટે GST કાયદા અને નિયમોની નવેસરથી સમીક્ષા કરીને નવા GST કાયદા અને તેના નિયમોની માંગણી માટે 26 જુલાઈથી દેશવ્યાપી ચળવળ(nationwide movement) શરૂ કરવાની જાહેરાત કરી છે. છેલ્લા 5 વર્ષમાં સરકાર અને વેપારીઓ બંનેને ઘણા અનુભવો થયા છે, તેથી તે અનુભવોના આધારે જીએસટી ટેક્સ સિસ્ટમને(GST tax system) કડક બનાવવી જરૂરી છે જેથી આ ટેક્સ સિસ્ટમ કાયમી ધોરણે કામ કરી શકે અને વેપારીઓ સરળતાથી તેનું પાલન કરી શકે. ટેક્સ અને સરકારની આવકમાં પણ વધારો થવો જોઈએ એવી માંગણી પણ કરી છે.
આ સમાચાર પણ વાંચો : છાશ-દહીં-પનીર-ગોળ-ખાંડ સહિતની નોન બ્રાન્ડેડ વસ્તુઓ પર 5 ટકા GSTના વિરોધમાં નવી મુંબઈ એપીએમસી બજારમાં 100 ટકા સજ્જડ બંધ-જુઓ ફોટોગ્રાફ
CAIT નું આ રાષ્ટ્રીય અભિયાન(National campaign) 26 જુલાઈના રોજ ભોપાલથી શરૂ થશે. આ દિવસે ભોપાલમાં મધ્યપ્રદેશના તમામ વેપારી નેતાઓની એક સામાન્ય પરિષદ બોલાવવામાં આવી છે, જ્યારે દેશના વિવિધ રાજ્યોના અગ્રણી વેપારી નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે જેઓ આ આંદોલનની રૂપરેખા નક્કી કરશે.