News Continuous Bureau | Mumbai
ભારતમાં ચાઈનીઝ એપ્સ(Chinese apps) પર પહેલાથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે ચીની સ્માર્ટફોન કંપનીઓ(Chinese smartphone companies) પર પણ સ્ટ્રાઈક કરવાની સરકારે તૈયારી કરી હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે.
બ્લૂમબર્ગના(Bloomberg) એક રિપોર્ટ મુજબ ભારત પોતાના લખડાઈ પડેલા ગૃહ ઉદ્યોગને(home industry) કિક સ્ટાર્ટ કરવા માટે ચીની સ્માર્ટફોન નિર્માતા(Chinese smartphone maker) દ્વારા 12,000 રૂપિયાથી ઓછી કિંમતના ડિવાઈસ વેચવા પર પ્રતિબંધ મુકી શકાય છે. આ નિર્ણયનો સૌથી વધુ ઝટકો શાઓમી ક્રાપને લાગશે. કારણ કે બજેટમાં રહેલા સ્માર્ટફોન વેચવામાં નંબર વન છે.
આ સમાચાર પણ વાંચો : બિહારના રાજકારણમાં મોટો વળાંક- જનતાદળ યુ-ભાજપ ગઠબંધનનો અંત- સાંજે આટલા વાગ્યે CM રાજ્યપાલને મળશે
મળેલ માહિતી મુજબ સરકારના આ પગલાનો મુખ્ય ઉદેશ્ય દુનિયાના મોબાઈલની સૌથી બીજા નંબરના બજાર ગણાતા ભારતથી લોઅર સેંગમેનથી ચીનની મોટી કંપનીઓને બહાર કાઢવાનો છે. એવું માનવામાં આવે છે કે જો ભારતની બજારમાથી શાઓમી અને તેના જેવી અન્ય કંપનીઓ બહાર નીકળે છે તો કંપનીઓને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. ચીનમાં લોકડાઉન બાદ ભારતમાં રહેલી બજારને જોઈએ તેઓ ભારતમાં પ્રવેશ કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં કથિત રીતે ટેક્સની ચોરી અને મની લોન્ડરિંગનો કેસ(Money Laundering Case) પહેલાથી શાઓમી(Xiaomi), ઓપ્પો(Oppo) અને વીવો(Vivo) જેવી કંપની પર હોઈ તેઓ તપાસ હેઠળ જ છે.