Site icon

વાહ! ઑટો ઉદ્યોગમાં હવે આવશે તેજી, વાહનો પરના આ ટૅક્સને ઘટાડવા કેન્દ્ર સરકાર તૈયાર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 27 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ઔદ્યોગિક ક્ષેત્રને કોરોનાને પગલે ભારે ફટકો પડ્યો છે, એમાં પણ ઊંચા GST રેટને કારણે અનેક ઉદ્યોગોને ધંધામાં ભારે અસર થઈ છે. ખાસ કરીને ઑટો ઉદ્યોગને  ઊંચા GST દરને પગલે ભારે અસર થઈ હતી. હવે જોકે ઑટોમોબાઇલ ઉપર GST દર ઘટાડવાની તૈયારી કેન્દ્ર સરકારે બતાવી છે. એથી ફરી એક વખત ઑટો ઉદ્યોગ માટે અચ્છે દિન આવી શકે છે.

કાર, મોટરબાઇક્સ અને ટ્રક સહિતના ઑટોમોબાઈલ પર 28 ટકા જેટલો ઊંચો GST દર અત્યારે છે. એમાં અમુક રાજ્યો દ્વારા પણ ટૅક્સ લાગુ થતો હોય છે. ઊંચા ટૅક્સ દરના કારણે ગ્રાહકો વાહનની ખરીદીથી દૂર ભાગતા હતા. એથી અવળી અસર ઑટો ઇન્ડસ્ટ્રીને પડી હતી. લાંબા સમયથી GST ઘટાડવાની માગણી થઈ રહી હતી.

નવી મુંબઈની APMC બજારમાં હવે નવી બબાલ : બજારનો તમામ વ્યવહાર મરાઠીમાં કરવાની મરાઠી એકીકરણ સમિતિની વેપારીઓને ચીમકી, વેપારીઓ મૂંઝવણમાં; જાણો વિગત

નવાં વાહનો અને પર્યાવરણના નિયમો તથા સેફ્ટીના નિયમોનું પાલન તથા કાચા માલના વધતા ભાવને કારણે વાહનો મોંધાં થઈ ગયાં છે. એમાં GSTના ઊંચા દરથી વાહનોની કિંમતમાં હજી વધારો થયો હતો. ત્યારે હાલમાં જ સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફેક્ચરર્સ દ્વારા આયોજિત એક કૉન્ફરન્સમાં  કેન્દ્રીય મહેસૂલ સચિવ તરુણ બજાજે GST સહિતના કરવેરા બાબતે સરકાર ચર્ચા કરવા તૈયાર હોવાનું કહ્યું હતું. અમુક શ્રેણીમાં આવતાં વાહનો માટે કરવેરા ઓછા કરવા શક્ય હશે તો એ કરવા સરકાર તૈયાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version