ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર 2021
શનિવાર
ખાદ્ય તેલના ભાવમાં છેલ્લાં એક વર્ષથી સતત વૃદ્ધિ થઈ રહી હતી. તેથી તેલના ભાવને નિયંત્રણમાં લાવવા માટે કાચા પામ તેલ, કાચા સોયાબીનના તેલ અને કાચા સૂરજમુખીના તેલ પર બેસિક ડયૂટીને 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરી નાખવામાં આવી છે. કાચા તેલ પર કરવેરાને ઘટાડવાથી તહેવારોમાં જ તેલના ભાવમાં ઘટાડો થતા લોકોને રાહત થઈ છે.
આ તેલ પર કૃષિ ઉપકરને કાચા પામ તેલ માટે 20 ટકાથી ઘટાડીને 7.5 ટકા અને કાચા સોયાબીન તેલ અને કાચા સૂરજમૂખી તેલ માટે ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યા છે. આરબીડી પામોલિન તેલ, રિફાઈન્ડ સોસયાબીન અને રિફાઈન્ડ સૂરજુખેના તેલ પર બેસિક ડયૂટીને 32.5 ટકાથી ઘટાડીને 17.5 ટકા કરી દેવામાં આવી છે. ટેકસમાં ઘટાડા પહેલા કાચા તેલ પર એગ્રીકલ્ચરલ ઈન્ફ્રાસલ્ટ્રકચરલ સેસ 20 ટકા હતો. ઘટાડા બાદ કાચા પામ તેલ પર 8.25 ટકા કરી નાખવામાં આવ્યો છે.
મોટી જાહેરાત : આ કંપની આગામી ત્રણ વર્ષમાં આખા દેશમાં 10,000 ઇલેક્ટ્રોનિક ચાર્જીંગ મશીન લગાવશે
એનસીડીએક્સ પર સરસવા તેલ પરના વાયદાના સોદાને પણ સસ્પેન્ડ કરી નાખ્યા છે અને સ્ટોકની સીમા લાગૂ કરી દીધી છે. સરકારના આ પગલાને કારણે અનેક કંપનીઓના તેલના ભાવમાં પ્રતિ લિટરે ચારથી સાત રૂપિયાનો ઘટાડો થયો છે. જેમાં ખાસ કરીને અડાણી વિલમર અન રૂચી ઈન્ડસ્ટ્રી સહિતની મુખ્ય કંપનીમાં ચારથી સાતનો ઘટાડો થયો છે. તો જે કંપનીઓના ખાદ્ય તેલની કિંમત ઓછી છે. જેમાં જેમિની એડિબલ્સ એન્ડ ફૈટ્સ ઈન્ડિયા, મોદી નેચરલ, દિલ્લી, ગોકુલ રીફાયલ્સ એન્ટ સોલ્વેંટ, વિજય સોલ્વેક્સ, ગોકુલ એગ્રો રિસોર્સેજ અને એન.કે. પ્રોટીન્સ મુખ્ય કંપનીઓ છે.