ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર.
કેન્દ્રની મોદી સરકારે પૈસા જમા કરવા માટે સાર્વજનિક ક્ષેત્રની BSNL , MTNL આ બે ટેલિકોમ કંપનીઓની માલમત્તા વેચવાની યોજના બનાવી છે. આ કંપનીઓની 970 કરોડ રૂપિયાની માલમત્તાની યાદી પ્રકાશિત કરવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેસમેન્ટ મેનેજમેન્ટ (DIPAM) વેબસાઇટ પર અપલોડ કરેલા દસ્તાવેજો મુજબ 970 કરોડ રૂપિયાની રિર્ઝવ કિંમત પર આ મિલકત વેચાણ માટે કાઢવામાં આવી છે. મુંબઈના ગોરેગામમાં આ માલમત્તા આવેલી છે.
હૈદરાબાદ, ચંડીગઢ, ભાવનગર અને કોલકત્તામાં રહેલી BSNLની માલમત્તા લગભગ 660 કરોડ રૂપિયા તો MTNLની વસારી હિલ, ગોરેગામમાં છે, તેની કિંમત 310 કરોડ રૂપિયા છે.
BSNLના અધ્યક્ષ અને મેનેજમેન્ટ ડાયરેકટરના કહેવા મુજબ BSNL અને MTNLની મિલકતમાંથી પૈસા ઊભા કરવાનું પહેલા તબક્કાનુ કામ ચાલી રહ્યું છે. આ બંને ટેલિકોમની માલમત્તાના વેચાણ માટે બોલી મગાવવામાં આવી હતી. એક દોઢ મહિનામાં પ્રક્રિયા પૂરી થશે.