એક જગ્યા એવી પણ છે જ્યાં સોનાનો ભાવ 82 લાખ પ્રતિ તોલા છે-જાણો વિશ્વમાં કઈ જગ્યાએ સોનાના ભાવ કેટલા છે-મજેદાર જાણકારી

News Continuous Bureau | Mumbai

મુશ્કેલ સમયમાં કોઈ સાથ આપે કે ના આપે પીળી ધાતુ સોનુ(Yellow metal gold) જરૂર તમને સાથ આપે છે. તેથી જ વિશ્વમાં લોકોમાં કિંમતી સોનાનો જબરજસ્ત ક્રેઝ છે. સોનાની ખરીદીમાં(Gold purchase) ભારતીય સૌથી અગ્રેસર માનવામાં આવે છે.  ભારતમાં સોનું ખરીદવા માટે 50 હજાર રૂપિયા છે, તો તમે 1 તોલા સોનું લઈ શકો છો. જોકે દુનિયાના એવા પણ દેશો છે જયાં સોનાના ભાવ(Gold prices) આસમાને છે. તો ભારતના પાડોશી દેશોમાં સોનુ બહુ સસ્તું છે.

Join Our WhatsApp Community

ભારતના પાડોશી દેશો પાકિસ્તાન(Pakistan), અફઘાનિસ્તાન(Afghanistan), ઈન્ડોનેશિયા(Indonesia), નેપાળમાં(Nepal) ત્યાં ચલણના(Currency) હિસાબે માત્ર 1 તોલા સોનું ખરીદવા માટે તમારે 1 લાખ રૂપિયાથી વધુ ચૂકવવા પડે છે. 

ભારત પાસે હાલ 49,490 તોલા સોનુ છે. ભારતમાં આજની તારીખમાં એક તોલા સોનું એટલે કે 10 ગ્રામ સોનું ખરીદવા માટે તમારે 49,490.98 રૂપિયા ચૂકવવા પડે છે.

આ સમાચાર પણ વાંચો : 5 ટકા GSTની અસર વર્તાઈ- અમૂલે દહીં- છાશ અને લસ્સીના ભાવમાં કર્યો વધારો- જાણો કેટલા ભાવ વધ્યા

પાકિસ્તાનમાં 1.15 લાખ રૂપિયા પ્રતિ તોલાનો ભાવ છે. આજે પાકિસ્તાનમાં સોનું 1,14,938 પાકિસ્તાની રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. જો કે, ભારતીય રૂપિયામાં(Indian rupee) તેની કિંમત લગભગ 44 હજાર રૂપિયા છે. એટલે કે ભારત કરતાં પાકિસ્તાનમાં સોનું સસ્તું છે.

અફઘાનિસ્તાનમાં સોનું 48,273 અફઘાની (અફઘાનિસ્તાનની ચલણ)માં 10 ગ્રામ સોનું મળી રહ્યું છે. 1 ડોલરની કિંમત 87.70 અફઘાની છે એટલે કે ભારતની સરખામણીએ અફઘાનિસ્તાનમાં સોનું સસ્તું છે.

ઇન્ડોનેશિયામાં એક ગ્રામ સોનુ 8,24,380.17 ઇન્ડોનેશિયન રૂપિયા છે. એક તોલા સોનું ખરીદવા માટે ત્યાંના લોકોને લગભગ 82,43,801 ઇન્ડોનેશિયન રૂપિયા ચૂકવવા પડશે. ભારતીય રૂપિયામાં આ લગભગ 44 હજાર રૂપિયા છે.

પાડોશી દેશ નેપાળમાં એક તોલા સોનું ખરીદવા પર ત્યાંના લોકોને 77,680 નેપાળી રૂપિયા ચૂકવવા પડે છે. ભારતનો 1 રૂપિયો નેપાળના 1.59 રૂપિયા બરાબર છે. ભારતીય રૂપિયામાં નેપાળમાં 1 તોલા સોનાની કિંમત લગભગ 48,790 રૂપિયા છે. એટલે કે ત્યાં પણ સોનું ભારત કરતાં સસ્તું છે.
 

Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Gold price: સોનાના ભાવ ધડામ રોકાણકારો માટે ખુશખબર, MCX પર ગોલ્ડ રેટમાં ઘટાડો, તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ અહીં જુઓ
Elon Musk: એલોન મસ્કની કમાણીનો જબરદસ્ત ઉછાળો, બીજા સૌથી ધનિક વ્યક્તિ કરતાં સંપત્તિમાં આટલો મોટો તફાવત
Exit mobile version