ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020
ચીનના સ્ટોક માર્કેટના રેગ્યુલેટર ચાઇના બેંકિંગ એન્ડ ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી કમિશન આયોગ (CBIRC) એ ઇન્ટરનેટ પ્લેટફોર્મ પર કંપનીઓની મોનોપોલીને સમાપ્ત કરવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. CBIRCના આ પગલાંને કારણે 5 ચીની ટેક્નોલોજી કંપનીઓના 280 અબજ ડોલર અથવા તો 20.85 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયાછે.
ચીની સરકાર દ્વારા બિઝનેસ પર નજર રાખવા અને CBIRC દ્વારા ટ્રેડિંગ માટે રેગ્યુલેટરી નિયમોમાં બદલાવ કરવાની આશંકા ફેલાઈ છે. જેને કારણે હોંગકોંગ અને શાંઘાઈ શેરબજારોમાં આ કંપનીઓનાં શેરમાં મહત્તમ ઘટાડો જોયો છે અને આ કંપનીઓનું માર્કેટ કેપ 20.85 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું હતું.
બુધવારે હોંગકોંગ સ્ટોક એક્સચેંજમાં અલીબાબા ગ્રુપના શેરમાં 9.8%, ટેન્સેન્ટમાં 7.39%, સ્માર્ટફોન નિર્માતા શાઓમીના શેરમાં 8.18%, મેટ્યુઆન ડિયાનપિંગનો શેર 9.67% અને જેડી ડોટ કોમના શેરમાં 9.2%નો ઘટાડો થયો છે. ચીનના નવા ડ્રાફ્ટ માર્ગદર્શિકાને કારણે બુધવારે હોંગકોંગ સ્ટોક એક્સચેંજનો Hang Seng Tech index 6.23% ઘટીને 7,465.44 પોઇન્ટ પર બંધ રહ્યો છે.