News Continuous Bureau | Mumbai
CIBIL Score On Google Pay: આજકાલ લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોનનો ( personal loans ) સહારો લે છે. તમને પર્સનલ લોન મળશે કે નહીં તે તમારા CIBIL સ્કોર પર મહદ અંશે નિર્ભર કરે છે. સારો સિબિલ સ્કોર ( cibil score ) તમારી લોન મંજૂર થવાની સંભાવનામાં વધારો કરે છે. સારા સિબિલ સ્કોરથી ઓછા વ્યાજ દરે લોન શક્ય છે.
Google Pay એક પ્રમુખ ઓનલાઈન પ્લેટફોર્મના રૂપમાં આગળ આવ્યું છે. જે પેમેન્ટની સુવિધાથી લઈને મની ટ્રાન્સફર, ઓનલાઈન શોપિંગ ( Online shopping ) અને મોબાઈલ રિચાર્જ ( Mobile recharge ) સુધી ઘણા પ્રકારની સેવાઓ આપે છે.
ટ્રાન્સયુનિયન CIBILની સાથે પોતાના લેટેસ્ટ સ્પોર્ટ સહયોગ બાદ પ્લેટફોર્મ એક નવા ફિચર સુવિધાની આપી રહ્યું છે જે યુઝર્સને ગુગલપેની અંદર સરળતાથી પોતાના CIBIL સ્કોર ફ્રીમાં ચેક કરવાની પરવાનગી આપે છે. CIBIL સ્કોર 300થી 900 સુધીના ત્રણ નંબરની સંખ્યા છે. જે કોઈ વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રીના આધાર પર તેમની શાખને દર્શાવે છે. આ લોન આપનાર લોકોને એ સમજવામાં મદદ કરે છે કે તમે લોન ચુકવી શકો છો કે નહીં. એક હાઈ CIBIL સ્કોર સારા નાણાકીય અનુશાસનને દર્શાવે છે અને મોટાભાગે સારા વ્યાજદરની સાથે લોન મંજૂરીની સંભાવનામાં સુધાર કરે છે.
રોજગારીના અવસરો માટે પણ CIBIL સ્કોર સારો હોવો જરૂરી છે…..
પોતાના ક્રેડિટ સ્કોરને નિયમિત રીતે ચેક કરવો મહત્વપૂર્ણ છે કારણ કે તે લોન લેવા માટે સારો હોવો જરૂરી છે. સાથે જ ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા અહીં સુધી કે રોજગારીના અવસરો માટે પણ CIBIL સ્કોર સારો હોવો જરૂરી છે. હવે ગુગલ પે એપની સાથે પોતાના ફાઈનાન્શિયલ હેલ્થ સાથે અપડેટ રહી શકો છો સાથે જ પોતાના ક્રેડિટ સ્કોરને સારો બનાવવાની દિશામાં કામ કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો : Israel Gaza Attack: ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ભારતીય મૂળની 3 મહિલાઓના મોત… વાંચો વિગતે અહીં…
ગુગલ પેનું CIBIL સ્કોર ટ્રેકિંગ તમારા ક્રેડિટ સ્કોરને સારી બનાવવા માટે કાર્યવાહી યોગ્ય સુચન આપે છે. જેનાથી તમે કોઈ નાણાકીય નિર્ણય લઈ શકો અને પોતાના ક્રેડિટ હેલ્થમાં સુધાર કરી શકો છો. સ્કોરના આ સ્પેક્ટ્રમમાં 680થી નીચેના લોકોને સબપ્રાઈમ કે ખરાબ માનવામાં આવે છે. જ્યારે 791 અને તેનાથી ઉપરના લોકોને સુપર પ્રાઈમ શ્રેણીમાં મુકવામાં આવે છે.
Google Pay પર CIBIL સ્કોર કેવી રીતે ચેક કરશો?
-પોતાના ડિવાઈસ પર Google Pay એપ ખોલો
-બાદમાં મેનેજ ઓર મની પર નેવિગેટ કરો.
-હવે ચેક યોર સિબિલ સ્કોર પર ટેપ કરો.
-જો તમે નવા યુઝર છો તો પોતાનું આખુ નામ, ફોન નંબર, ઈમેલ આઈડી અને પાન નંબર એડ કરો.
-આ સ્ટેપ્સ પુરા કર્યા બાદ તમારો ક્રેડિટ રિપોર્ટ તૈયાર થઈ જશે. અહીંથી તમે પોતાનો સિવિલ સ્કોર જોઈ શકો છો અને તેમાં સુધાર કરવા માટે પર્સનલાઈઝ્ડ રિકમેન્ડેશન મેળવી શકો છો.