News Continuous Bureau | Mumbai
Cibil Score: ક્રેડિટ સ્કોર જેને સામાન્ય ભાષામાં સિબિલ સ્કોર પણ કહેવામાં આવે છે, તે તમારી લોન મેળવવાની પાત્રતાને પ્રતિબિંબિત કરે છે. ખરાબ CIBIL સ્કોર સાથે લોન મેળવવી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તે અશક્ય નથી. આ માટે, તમે આ પદ્ધતિઓ અપનાવી શકો છો:
તમે શરૂઆતમાં નાની લોન વિકલ્પ પસંદ કરી શકો છો. જો તમારી આવક એટલી છે કે તમે આ નાની લોનની સરળતાથી ચૂકવણી કરી શકો છો, તો તમને નાની લોન મેળવવામાં કોઈ મુશ્કેલી નહી નડે. બેંકો પણ નબળા સિબિલ સ્કોર પર તમને નાની લોન આપવા તૈયાર થઈ જશે.
દરમિયાન, તમારા ક્રેડિટ સ્કોરને ( Credit score ) સુધારવા પર કામ કરો. આ માટે તમારા બધા બીલ સમયસર ચૂકવવો, તમારા ક્રેડિટ કાર્ડ ( credit card ) બેલેન્સમાં ઘટાડો કરો અને બિનજરૂરી રીતે નવા ક્રેડિટ માટે અરજી કરવાથી દૂર રહી રહીન તમે તમારો ક્રેડિટ સ્કોર સારો કરી શકો છો
Cibil Score: જો તમારી પાસે સારો ક્રેડિટ ઇતિહાસ ધરાવતો કુટુંબનો સભ્ય અથવા મિત્ર હોય તો પણ લોન મેળવી શકો છો…
સુરક્ષિત લોન માટે અરજી કરો : સુરક્ષિત લોનમાં તમે તમારુ ઘર, કાર અથવા બચત જેવા કોલેટરલ ( Collateral ) બેંક પાસે રાખીને લોન મેળવી શકો છે. આથી બેંકો સુરક્ષિત લોન મંજૂર કરવા માટે વધુ તૈયાર હોઈ શકે છે કારણ કે જો તમે ફરિ વખત લોન ચૂકવવા માટે સક્ષમ રહ્યા નહીં તો બેક પાસે કબજો કરવા અને પૈસા પાછા મેળવવા માટે કંઈક હશે.
જો કે, ધ્યાનમાં રાખો કે સુરક્ષિત લોન પર તમે લોનની ચૂકવણી કરવામાં અસર્મથતા થતા તમે બેંક પાસે રાખેલ તમારી કોલેટરલ વસ્તુ ગુમાવી પણ શકો છો.
આ સમાચાર પણ વાંચો : Railway PSU Stocks to BUY: આ રેલ્વે PSU સ્ટોક ધૂમ મચાવવાની તૈયારીમાં, આગામી 3 મહિનામાં રોકાણકારો મેળવી શકે છે જંગી નફો..
સહ – હસ્તાક્ષરકર્તા મદદ કરે છે : જો તમારી પાસે સારો ક્રેડિટ ઇતિહાસ ( Credit history ) ધરાવતો કુટુંબનો સભ્ય અથવા મિત્ર હોય, તો તમે તેમને લોન પર સહ-સહી કરવા માટે કહી શકો છો. તેમનો સારો ક્રેડિટ સ્કોર તમારા નબળા સ્કોરને સરભર કરવામાં મદદ કરી શકે છે. આનાથી તમને લોન મળવાની મંજૂરીની તકો વધારી શકાય છે. ફક્ત યાદ રાખો કે જો તમે લોનની ચૂકવણી નથી કરતા, તો સહ-હસ્તાક્ષરકર્તા આ લોનની ( Loan ) ચુકવણી માટે જવાબદાર રહેશે.
Cibil Score: લોન ઓફર સ્વીકારતા પહેલા તેની વિવિધ શરતોની તપાસ કરવી હિતાવહ છે…
ઓનલાઈન પર્સનલ લોન: જો પરંપરાગત બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ તમારી લોન અરજી મંજૂર કરવા તૈયાર ન હોય, તો વૈકલ્પિક બેંકો જેમ કે ઓનલાઈન પર્સનલ લોન અથવા પીઅર-ટુ-પીઅર ધિરાણ પ્લેટફોર્મનો વિચાર કરી શકો છો. આ ધિરાણકર્તાઓ પાસે મંજૂરી માટે વધુ લવચીક માપદંડ હોઈ શકે છે.
કેટલીકવાર, વધારાના દસ્તાવેજો આપવા, જેમ કે આવકનો પુરાવો, રોજગાર સ્થિરતા અથવા સંપત્તિ, તમારી લોન અરજીને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.
આ વધારાની માહિતી બેંકોને તમારો ઓછો ક્રેડિટ સ્કોર હોવા છતાં લોન ચૂકવવાની તમારી ક્ષમતામાં વધુ વિશ્વાસ અપાવી શકે છે.
જો કે, લોન ઓફર ( Loan offer ) સ્વીકારતા પહેલા તેની વિવિધ શરતોની તપાસ કરવી હિતાવહ છે, ખાસ કરીને જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોય તો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
આ સમાચાર પણ વાંચો : Jio Rail App: મુકેશ અંબાણીની હવે રેલવે સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી, Jio Rail App આપશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! રેલવે ટિંકીંગ બુક કરવામાં કરશે મદદ.. જાણો કઈ રીતે…