News Continuous Bureau | Mumbai
Circuit filter: લોકસભા ચૂંટણીનાં ( Lok Sabha Elections ) પરિણામના દિવસે શેરબજારમાં મોટી ઊલટફેરની સંભાવના વચ્ચે શેરબજાર દ્વારા સર્કિટ ફિલ્ટર લાગુ થશે. તો બજારની સ્થિતિ કેવી રહેશે એ મુજબ સર્કિટ ફિલ્ટરનો ઉપયોગ થશે. ચૂંટણીનાં પરિણામ 1 વાગ્યા પહેલાં સ્પષ્ટ થઈ જશે.
તેથી જો માર્કેટમાં ( Stock Market ) સવારથી જ 10 ટકાની વધઘટ રહેશે. તો આવા કિસ્સામાં 45 મિનિટ્સ માટે ટ્રેડિંગ ( Trading ) અટકાવાશે. તેમજ જે શેરબજારમાં 10 ટકા સર્કિટ 1 વાગ્યાથી 2.30ની વચ્ચે લાગશે. તો 15 મિનિટ્સ માર્કેટમાં કામકાજ અટકાવાશે અને 15 મિનિટ્સ પછી પ્રી- ઓપન કોલ ઓક્શન સેશન ચાલુ રહેશે.
Circuit filter: 10 ટકાની લોએર સર્કિટ લાગી હશે તો આવા કિસ્સામાં કામકાજ બંધ નહીં રહે….
જ્યારે 2.30 પછી 10 ટકાની લોએર સર્કિટ ( Lower circuit ) લાગી હશે તો આવા કિસ્સામાં કામકાજ બંધ નહીં રહે. જો કે, 15 ટકાની સર્કિટ 1 વાગ્યા પહેલાં લાગશે. તો બજાર 1.45 મિનિટ્સ પર થંભી જશે અને તે પછી 15 મિનિટ્સ બાદ પ્રી-ઓપન સેશન ચાલુ રહેશે. જેમાં 1 થી 2.30 વાગ્યા દરમિયાન 45 મિનિટ્સ બજાર બંધ રહેશે અને તે પછી 15 મિનિટ્સ પ્રી-ઓપન સેશન ચાલુ રહેશે. જ્યારે 2 વાગ્યા પછી તેમાં લોઅર સર્કિટ લાગશે તો પણ કામકાજ નહીં થાય. જ્યારે 20 ટકાની સર્કિટ બજાર કામકાજ દરમિયાન લાગશે તો કામકાજ થંભી જશે.
આ સમાચાર પણ વાંચો: Namo Lakshmi Yojana: નમો લક્ષ્મી યોજનાનું રજિસ્ટ્રેશન માત્ર સોમવાર અને મંગળવાર બે જ દિવસ પૂરતુ છે તે ગેરમાન્યતા-અફવા છે
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)