Site icon

કોરોનાના સંક્રમણને પગલે આઇપીએલ દુબઇમાં યોજાતા ફેરિયાઓને થયું હજારોનું નુકસાન.. જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

09 નવેમ્બર 2020 

ભારત જેવા દેશમાં જ્યાં ક્રિકેટ માત્ર એક રમત નહીં પણ એક ધર્મ છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) એ માત્ર એક રમતગમતનો કાર્યક્રમ નથી, પરંતુ ઘણા લોકો માટે પૈસા કમાવવાની તક છે. આઈપીએલ મેચ દરમિયાન  આઝાદ મેદાન અને કોલાબાની રસ્તા પરની દુકાનના હેંગરો અને સ્ટોલ પર આઈપીએલના સામાન જેમ કે, જર્સી અને ફ્લેગોથી લઈને કેપ્સ અને ટ્રેક સૂટ સુધી હોય છે. પરંતુ આ વખતે દેશમાં કોવિડ -19ના પ્રતિબંધોને કારણે આઇપીએલ દુબઈ માં યોજવાથી આ વર્ષે ધંધામાં મંદી આવી ગઈ છે.

વિક્રેતા સલમાન અલી વર્ષ 2008 માં ટૂર્નામેન્ટ યોજાયો ત્યારથી દર વર્ષે વાનખેડે સ્ટેડિયમ પાસે પોતાનો સ્ટોલ લગાવે છે. મેચના દિવસોમાં તે કેપ્સ અને જર્સી વેચીને 10,000 થી 15,000 રૂપિયાની કમાણી કરે છે. પરંતુ આ વર્ષે, તેમણે છેલ્લા દોઢ મહિનામાં એક જર્સીનું વેચાણ કર્યું નથી. તેમણે જણાવ્યું હતું કે, "જે લોકો સ્ટેડિયમમાં મેચ જોવા આવે છે તેઓ અમારી પાસેથી ધ્વજ અને જર્સી ખરીદે છે. પરંતુ આ વર્ષે, મેચ દુબઈમાં રમાઈ રહી છે અને લોકો મેચ ટેલિવિઝન પર જોઈ રહ્યા છે  તેથી અમારી થોડા વધારે પૈસા કમાવવાની અમારી તક ઓછી થઈ ગઈ છે.’

તેઓએ આગળ જણાવ્યું હતું કે, ‘મેચ સિવાયના દિવસોમાં પણ તેઓ દરરોજ 6000-8000 રૂપિયા કમાણી કરતા હતા. કારણ કે જે યુવાનો જે વાનખેડે ટિકિટ ખરીદવા આવતા હતા તેઓ તેમની દુકાનો નિયમિતપણે ઉભા રહેતા હતા અને ખરીદી કરતા હતા.’

બીજા અન્ય એક વિક્રેતાએ જણાવ્યું હતું કે, ‘યંગસ્ટર્સ અને કોલેજ જનારાઓ આઈપીએલ દરમ્યાન જથ્થાબંધ જર્સી ખરીદવા માટે ઉપનગરોમાંથી આવતા હતા, પરંતુ આ વર્ષે રોગચાળાને લીધે, લોકો COVID-19 ને કારણે તેમના ઘરની બહાર ન નીકળવાનું પસંદ કરે છે.’ વિક્રેતાએ એમ પણ પ્રકાશિત કર્યું હતું કે ઉપનગરીય રેલ્વેનું સસ્પેન્શન તેમના વ્યવસાયને ફટકો પડવાનું બીજું એક કારણ છે. આગળ તેમણે કહ્યું હતું કે, ‘કેટલાક વિક્રેતાઓએ આશાવાદી હતા અને કાચા માલની ખરીદી કરી હતી પણ હવે તેમાંથી મોટા ભાગના દેવામાં ડૂબેલા છે.’

 

બાર અને પબ્સવાળા જે આઇપીએલ દરમિયાન ટીમોના ધ્વજ અને જર્સીથી તેમના આંતરિક ભાગને સજાવતા હોય છે પરંતુ, તેમણે પણ રોગચાળાના પ્રતિબંધોને લીધે આ વર્ષે રહેવાનું પણ પસંદ કર્યું હતું. દર વર્ષે અમે મેચના દિવસો દરમિયાન ઓફર્સ અને સ્કીમ્સ પ્રદાન કરીએ છીએ. પરંતુ આ વર્ષે અમે મર્યાદિત સેવા પ્રદાન કરી રહ્યા છીએ તેથી જ અમે લો પ્રોફાઇલ જાળવવાનું પસંદ કર્યું હતું તેમ એક શહેરમાં સ્થિત પબના મેનેજરે જણાવ્યું હતું.

GST Deduction: GST કપાત પછી આ છે દેશની સૌથી સસ્તી બાઇક, કિંમત જાણી તમે પણ થઇ જશો ઉત્સાહિત
Gold Price: નવરાત્રીના ત્રીજા દિવસે સોના ના ભાવ માં આવ્યો ઉછાળો, જાણો આજ ના લેટેસ્ટ ભાવ
GST Deduction: ટાટા ટિયાગો કે મારુતિ વેગનઆર, હવે જીએસટી કપાત પછી કઈ કાર મળશે સસ્તી?
Rupee Fall: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનો ઐતિહાસિક ઘટાડો, અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો
Exit mobile version