Site icon

ઈનકમ ટેક્સ ચુકવનારાઓને મળી મોટી રાહત, જારી થયો નવો આદેશ: ટેક્સ છૂટની થઈ જાહેરાત

ઈનકમ ટેક્સ બધા માટે એક મહત્વનો ટેક્સ છે. આ ટેક્સ મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગ સુધીના તમામ લોકો માટે ખાસ છે, પરંતુ હવે સરકાર ઈનકમ ટેક્સ ભરનારાઓને મોટી રાહત આપવા જઈ રહી છે.

Income Tax Notice: Income Tax Department has given notice to 1 lakh people for this reason, Finance Minister gave information

Income Tax Notice: Income Tax Department has given notice to 1 lakh people for this reason, Finance Minister gave information

News Continuous Bureau | Mumbai

Income Tax : ઈનકમ ટેક્સ (Income Tax ) બધા માટે એક મહત્વનો ટેક્સ છે. આ ટેક્સ મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગ સુધીના તમામ લોકો માટે ખાસ છે, પરંતુ હવે સરકાર ઈનકમ ટેક્સ ( Income Tax) ભરનારાઓને મોટી રાહત આપવા જઈ રહી છે. ટેક્સપેયર્સ (Tax Payers) ને મુક્તિમાં મોટી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો નવો આદેશ નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

આ રકમ પર નહીં ચુકવવું પડે ટેક્સ

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે હાલમાં જ ટેક્સ મુક્તિ માટે નવો આદેશ જારી કરીને ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. આ નવા આદેશ મુજબ હવેથી ટેક્સપેયર્સને સારવાર માટે મળેલી રકમ પર ઈનકમ ટેક્સમાં છૂટનો લાભ મળશે. એટલે કે, તમારે આ રકમ પર ટેક્સ ચૂકવવો પડશે નહીં.

CBDT એ મુક્તિ માટે જારી કર્યું ફોર્મ

આપને જણાવી દઈએ કે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) ટેક્સપેયર્સ (Tax Payers) ની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સમયાંતરે નિયમોમાં ફેરફાર કરતું રહે છે. આ અંગેની માહિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા આપવામાં આવી છે. સીબીડીટીએ તાજેતરમાં નવી શરતો અને કોરોનાની સારવાર પર થતા ખર્ચ પર ઈનકમ ટેક્સ  મુક્તિ માટે એક ફોર્મ પણ જારી કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  સીમા વિવાદ: કર્ણાટક સાથેના સરહદ વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠરાવ પસાર, આટલા ગામોને મહારાષ્ટ્રમાં જોડવા લડાશે કાનૂની લડાઈ

ફોર્મ સાથે જમા કરવા પડશે ડોક્યૂમેન્ટ્સ

5 ઓગસ્ટ 2022 ના નોટિફિકેશન મુજબ, હવેથી તમારે તમારા એમ્પ્લોયરને કેટલાક દસ્તાવેજો સાથે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને એક ફોર્મ સબમિટ કરવું પડશે, જેમાં એમ્પ્લોયર અથવા સંબંધીઓથી કોરોનાની સારવાર માટે મળેલી રકમ પર ટેક્સ છૂટનો દાવો કરી શકાય છે. 

સરળતાથી મળી જશે ફોર્મ

આ ઉપરાંત ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અને ડિજીટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે કરમુક્તિ માટેના ફોર્મનું ડિજીટલાઇઝેશન કર્યું હતું, જેથી લોકોને કોઇપણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો ન પડે કે ઓફિસોના ચક્કર મારવા ન પડે.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version