ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસ એટલે કે ગુરુવારે શેરબજાર દિવસના ઉતાર -ચઢાવ બાદ લીલા નિશાન પર બંધ રહ્યું છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 514.33 અંક (0.90 ટકા) ના વધારા સાથે 57,852.54 પર બંધ થયો.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 157.90 પોઇન્ટ (0.92 ટકા) ના વધારા સાથે 17,234.15 પર બંધ થયો.
સેન્સેક્સ-નિફ્ટી બંધ થવાનું આ સર્વોચ્ચ સ્તર છે. ગયા સપ્તાહે બીએસઈના 30 શેરો વાળા સેન્સેક્સ 795.40 પોઈન્ટ અથવા 1.43 ટકા વધ્યા હતા.
મોટા શેરોની વાત કરીએ તો દિવસના કારોબાર બાદ શ્રી સિમેન્ટ, એચડીએફસી લાઇફ, સિપ્લા, ટીસીએસ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર લીલા નિશાન પર બંધ થયા તો એમએન્ડએમ, ઓએનજીસી,બજાજ ઓટો, ડીવીસ લેબ અને ટાટા મોટર્સના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
યુપી બાદ હવે આસામમાં નામકરણ શરૂ, રાજીવ ગાંધી નેશનલ પાર્ક હવે આ નામથી ઓળખાશે; જાણો વિગતે